Connect Gujarat
Featured

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1.56 કરોડને પાર, અત્યાર સુધીમાં 6.35 લાખના મોત

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1.56 કરોડને પાર, અત્યાર સુધીમાં 6.35 લાખના મોત
X

વિશ્વમાં કોરોના વાયરસના કેસ રોકાવના નામ નથી લઈ ર્યા. કોરોના કેસના આંકડા પર નજર કરીએ તો વેબાસઈટ વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વમાં અત્યાર સુધીમાં કુલ 1.56 કરોડથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે મરનારા લોકોની સંખ્યા 6.35 લાખ કરતાં પણ વધારે થઈ ચૂકી છે.જ્યારે આ બીમારીથી સાજા થનાર દર્દીની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીમાં 95 લાખથી વધારે લોકો આ બીમારીથી સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં હજુ પણ 53 લાખ એક્ટિવ કેસ છે જેની હાલમાં સારવાર ચાલી રહી છે.

18 દેશોમાં બે લાખથી વધારે કોરોનાના કેસ નોંધાયા

વિશ્વના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર કરી ગઈ છે. તેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઇટલી, જ્રમની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. ભારત વિશ્વમાં સૌથી વદારે કેસના મામલે ત્રીજા નંબર પર છે જ્યારે કુલ મોતના મામલે આઠમાં નંબર પર છે.

વશ્વમાં કોરોનાના કેસ, અને કોરોનાથી થયેલ મોતના આંકડા :

  • અમેરિકાઃ કેસ- 4,169,172, મોત- 147,300
  • બ્રાઝીલઃ કેસ- 2,289,951, મોત- 84,207
  • ભારતઃ કેસ- 1,288,130, મોત- 30,645
  • રશિયાઃ કેસ- 795,038, મોત- 12,892
  • દક્ષિણ આફ્રીકાઃ કેસ- 408,052, મોત- 6,093
  • પેરૂઃ કેસ- 371,096, મોત- 17,654
  • મેક્સિકોઃ કેસ- 362,274, મોત- 41,190
  • ચિલીઃ કેસ- 338,759, મોત- 8,838
  • સ્પેનઃ કેસ- 317,246, મોત- 28,429
  • યૂકેઃ કેસ- 297,146, મોત- 45,554

Next Story