Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 14468 પર પહોંચી, છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 14468 પર પહોંચી, છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ નોંધાયા
X

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 405 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે અને વધુ 30 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 224 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14468 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 888 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આ માહિતી આપી હતી.

સોમવારના રોજ નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 310, સુરત 31, વડોદરા 18, સાબરકાંઠા-12, મહીસાગર-7, ગાંધીનગર-4, પંચમહાલ-3, નર્મદા-3, ભાવનગર-2, આણંદ-2, સુરેન્દ્રનગર-2, અમરેલી-2, રાજકોટ-1, મહેસાણા-1, બોટાદ-1, ખેડા-1, પાટણ-1, વલસાડ-1, નવસારી-1, પોરબંદર-1 અને અન્ય રાજ્યનો એક કેસ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 22નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 25, ગાંધીનગર 3, આણંદ 1 અને સુરતમાં 1 મોત થયું છે.

અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 109 દર્દી વેન્ટિલેટર પર છે અને 6835 દર્દીઓની તબિયત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 6636 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 186361 ટેસ્ટ થયા જેમાંથી 14468 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

Next Story