Connect Gujarat

રાષ્ટ્રપતિએ નાગરિકતા સંશોધન બિલ પર કર્યા હસ્તાક્ષર, દેશમાં કાયદો લાગુ

રાષ્ટ્રપતિએ નાગરિકતા સંશોધન બિલ પર કર્યા હસ્તાક્ષર, દેશમાં કાયદો લાગુ
X

નાગરિકતા સંશોધન બિલ ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પોતાની મંજૂરી આપી દીધી. ગુરુવાર મોડી રાત્રે રાષ્ટ્રપતિએ બિલ પર પોતાના હસ્તાક્ષર કરી દીધા. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ નાગરિકતા સંશોધન બિલે કાયદાનું રૂપ લઈ લીધું છે.

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ બુધવારે પાસ થયું હતું. આ બિલના પક્ષમાં 125 વોટ અને વિરોધમાં 99 વોટ પડ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજ્યસભામાં બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલને રજૂ કર્યું હતું. ત્યારબાદ આ બિલ પર રાજ્યસભામાં ચર્ચા થઈ. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ જોરદાર હોબાળો કર્યો હતો. વિપક્ષી નેતાઓના સવાલોનો ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. ત્યારબાદ રાજ્યસભામાં આ બિલ પાસ થયું હતું.

આખરે શું હતું નાગરિક સંશોધન બિલ ?

નાગરિકતા સંશોધન બિલ હેઠળ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે. તેમાં મુસ્લિમ શરણાર્થીઓને સામેલ નથી કરવામાં આવ્યા. તેથી વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યું હતું. સોમવારે લોકસભામાં આ બિલને મંજૂરી મળી હતી.

લોકસભામાં બિલના પક્ષમાં 311 વોટ, તો વિરોધ પક્ષના 80 વોટ મળ્યા.

સોમવારે લોકસભામાં બિલના પક્ષમાં 311 વોટ અને વિરોધમાં 80 વોટ પડ્યા. વિપક્ષના કેટલાક સંશોધનો પર મત વિભાજન પણ ન થયું. બિલ પાસ થયા બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશી સહિત બીજેપી અને તેની સહયોગી પાર્ટીઓના સાંસદોએ ગૃહ મંત્રી અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી હતી

એક લાખથી વધુ શરણાર્થી ભારતમાં

લોકસભામાં છ સાંસદોએ શરણાર્થીઓની સંખ્યા પર સવાલ કર્યા હતા. 1 માર્ચ 2016ના રોજ તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજૂએ તેનો જવાબ આપ્યો હતો. તેમણે 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ દેશના રાજ્યોમાં રહી રહેલા શરણાર્થીઓની સંખ્યા વિશે જણાવ્યું હતું. તે મુજબ, દેશમાં 2,89.394 શરણાર્થી હતા, જેમાંથી 1,16,085 શરણાર્થી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી આવ્યા હતા. જોકે તત્કાલીન મંત્રીના જવાબમાં એ જણાવવામાં આવ્યું ન હતું કે શરણાર્થી કયા ધર્મના છે.

પાકિસ્તાન - 8,799 શરણાર્થીઓ

બાંગ્લાદેશ- 1,03,817 શરણાર્થીઓ

અફઘાનિસ્તાન- 3,469 શરણાર્થીઓ

મ્યાંમાર- 12,434 શરણાર્થીઓ

શ્રીલંકા- 1,02,467 શરણાર્થીઓ

તિબેટ- 58,155 શરણાર્થીઓ

Next Story
Share it