Connect Gujarat
ગુજરાત

મહેનતનુ પરિણામ : વડોદરાના 11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગતા બંને હાથ-પગ ગુમાવી દેનાર શિવમ, 12 સાયન્સમાં 75 ટકા માર્કસ મેળવ્યા

મહેનતનુ પરિણામ : વડોદરાના 11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગતા બંને હાથ-પગ ગુમાવી દેનાર શિવમ, 12 સાયન્સમાં 75 ટકા માર્કસ મેળવ્યા
X

11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગતા બંને હાથ-પગ ગુમાવી દેનાર શિવમે ધોરણ-12 સાયન્સમાં 75 ટકા માર્કસ મેળવ્યા છે. શવિમે જણાવ્યું હતું કે, મારે ડોક્ટર બનીને સમાજ અને દેશની સેવા કરવી છે. હું ઇચ્છુ છું કે, દેશમાં ભવિષ્યમાં પણ કોરોના વાઇરસ જેવી મહામારી ન આવે. પરંતુ, જો આવી મહામારી આવશે અને મને તક મળશે તો હું લોકોની સેવા કરવામાં પાછીપાની કરીશ નહિં.

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વિજયનગરમાં શિવમ સોલંકી પરિવાર સાથે રહે છે. શિવમ 11 વર્ષનો હતો. ત્યારે પતંગ પકડવા જતા તેને 1100 વોલ્ટનો વીજ કરંટ લાગ્યો હતો. જેમાં તેને પોતાના બંને હાથ-પગ ગુમાવી બેઠો હતો અને પતંગની જેમ આકાશે ઉડવાની ઇચ્છા ધરાવનાર શિવમે બંને હાથ-પગ ગુમાવી દેતા તેની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ આવી ગયો હતો.

શિવમે કપાઇ ગયેલા હાથમાં મોજા પહેરીને તેમાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ શરૂ કરી હતી
માતા-પિતાને શિવમ સાથે બનેલી અણધારી ઘટના સ્વિકાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. શિવમના પિતા નોકરી કરતા હોવાથી શિવમની જવાબદારી માતા હંસાબહેને ઉપાડી લીધી હતી. અને બંને હાથ-પગ ગુમાવી દીધા બાદ નાસી પાસ થઇ ગયેલા શિવમને હિંમત આપી હતી. અને શિવમને કપાઇ ગયેલા હાથમાં મોજા પહેરાવી તેમાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ શરૂ કરાવી હતી. જેના પરિણામ સ્વરૂપ શિવમે ધો-10માં 98.53 પર્સન્ટાઇલ મેળવ્યા હતા.

શિવમને ડોક્ટર બનવાની ઇચ્છા હોવાથી સાયન્સમાં એડમિશન લીધુ હતું. શિવમે માર્ચ-2020માં લેવાયેલી ધો-12 સાયન્સની પરીક્ષા આપી હતી. શિવમને બંને હાથ અને પગ ન હોવા છતાં રાઇટર વિના જ પરીક્ષા આપી હતી. શિવમે ધોરણ-12 સાયન્સમાં 75 ટકા લાવીને ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે, મક્કમ મનના માનવીને પહાડ પણ નડતો નથી. હવે હું મારું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરીશ. અને લોકોની સેવા કરીશ. અને સાથે મારા માતા-પિતાનું સપનું સાકાર કરીશ. શિવમે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નીટની પણ તૈયારી શરૂ કરી દીધી છે.

ધોરણ-12 સાયન્સમાં 75 લાવીને ધાર્યુ પરિણામ મેળવનાર શિવમે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભવિષ્યમાં પણ દેશમાં આવી મહામારી ન આવે તેમ હું ઇચ્છું છું. પરંતુ, જો આવી માહામારી આવશે., અને મને તક મળશે તો હું સેવા કરવામાં પીછેહટ કરું નહિં. હાલમાં મારી લોકોને અપિલ છે કે, કોરોના વાઇરસની મહામારીના સંકટમાં સાવચેતી રાખવાની જરૂર છે. સરકારની ગાઇડ લાઇન મુજબ લોકો માસ્ક પહેરે અને સેનેટાઇઝનો ઉપયોગ કરે.

Next Story