Connect Gujarat
Featured

ભગવાન બુધ્ધના સમયથી ચાલી આવે છે જીવદયાની પ્રણાલી, જુઓ રાજયમાં 4 વર્ષમાં કેટલા પશુ-પક્ષીના જીવ બચાવાયાં

ભગવાન બુધ્ધના સમયથી ચાલી આવે છે જીવદયાની પ્રણાલી, જુઓ રાજયમાં 4 વર્ષમાં કેટલા પશુ-પક્ષીના જીવ બચાવાયાં
X

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા ૧૦ દિવસીય કરૂણા અભિયાનનો ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો. ઘાયલ પક્ષીઓના સારવાર સમયે કોવિડ અને બર્ડફ્લુની SOPનું પાલન કરવા પણ અપીલ તેમણે કરી હતી ગુજરાતમાં વર્ષ ૨૦૧૭થી મકરસંક્રાતિ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ થઇ રહ્યું છે


કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવતી વેળા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા છે. આ વર્ષે પણે ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે. કરૂણા અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, કોર્પોરેશન સહિત વિવિધ ૬ વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે. રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા વહીવટી તંત્રને આદેશો આપ્યા છે.

ગાંધીનગર ખાતે વન મંત્રી ગણપત વસાવા, પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા, પશુપાલન રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, વન રાજ્ય મંત્રી રમણલાલ પાટકર આ અભિયાનના ઉદ્દઘાટન પ્રસંગે સહભાગી થયા હતા. તેમણે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ, પરંપરા, વિરાસત, ઇતિહાસમાં અબોલ પશુ, પંખીઓના જીવ બચાવવા મોટા સંગ્રામ થયા છે, તેમાં અનેક જીવદયા પ્રેમીઓએ પોતાના બલિદાન આપ્યા છે, આ આપણા સંસ્કાર દર્શાવે છે. ભગવાન ગૌતમ બુદ્ધના સમયથી આ જીવ દયાની પ્રણાલી શરૂ થઇ છે. ગૌતમ બુદ્ધે કરૂણાનો સંદેશ વિશ્વને આપ્યો છે. નાની ઘટના પણ સૌને જીવો અને જીવવાદોના સૂત્રને સાકાર કરવાની પ્રેરણા આપે છે. દરેકના જીવનની રક્ષા કરવી એ સરકારની ફરજ છે.

Next Story