Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર : રાજકમલ કોમ્પલેકસમાં 8 દુકાનોના તાળા તુટયાં, જુઓ ચોરીના સીસીટીવી ફુટેજ

અંકલેશ્વર : રાજકમલ કોમ્પલેકસમાં 8 દુકાનોના તાળા તુટયાં, જુઓ ચોરીના સીસીટીવી ફુટેજ
X

અંકલેશ્વર શહેરની મામલતદાર કચેરી સામે આવેલ રાજકમલ કોમ્પ્લેક્ષની 8 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 15 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

શિયાળાની શરૂઆત સાથે તસ્કરો સક્રિય બન્યાં હોય તેમ લાગી રહયું છે. અંકલેશ્વર શહેરની મામલતદાર કચેરી સામે આવેલ રાજકમલ કોમ્પ્લેક્ષની પ્રથમ માળે સાત અને બીજા માળે 1 મળી કુલ 8 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ તમામ દુકાનોના શટર ઊંચકી અંદર પ્રવેશ કરી અંદાજિત 15 હજારથી વધુના રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.ચોરીની ઘટના કોમ્પ્લેક્ષમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં એક તસ્કર અંદર આવે છે જે બાદ કેમેરા બંધ કરી અન્ય તસ્કરો સાથે દુકાનનોમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપે છે ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story