Connect Gujarat
Featured

રાજ્યમાં 1,153 નવા કેસ, 23 દર્દીના મોત સાથે કુલ આંકડો 61,435 હોંચ્યો

રાજ્યમાં 1,153 નવા કેસ, 23 દર્દીના મોત સાથે કુલ આંકડો 61,435 હોંચ્યો
X

રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વકરી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે કોરોનાના 1100થી વધુ એટલે કે 1,153 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે જ્યારે 833 દર્દી સાજા થયા છે. છેલ્લા 5 દિવસમાં 5600થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 61,438 કેસ નોંધાય ચૂક્યા છે અને મૃત્યુઆંક 2,441એ પહોંચ્યો છે. જ્યારે 44,907 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે 26,704 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે જ અત્યાર સુધીમાં 7,64,777 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14090 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14009ની હાલત સ્થિર છે.

Next Story