Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં તસ્કરોનો હાથ ફેરો, કાર સાથે 4 ઝડપાયા

વડોદરાઃ મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં તસ્કરોનો હાથ ફેરો, કાર સાથે 4 ઝડપાયા
X

કંપનીમાંથી રૂપિયા 92 હજારની મતાની ચોરીનો પોલીસે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા બામણગામની સીમમાં આવેલી અને બંધ હાલતમાં પડેલી મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં ગતરાત્રીના સમયે તસ્કરોએ ધાપ મારી હતી. જેમાંથી રૂપિયા 92,000 ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે ચોરીની દિશામાં તપાસ આગળ ધપાવતાં ગણત્રીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાંખી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના બામણગામની સીમમાં આવેલી અને બંધ હાલતમાં પડેલી મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં ત્રણ થી ચાર જેટલા ચોર ઇસમોએ કંપનીમાં પ્રવેશી ટ્રાન્જીસ્ટર મોડ્યુલ નંગ ૧ કિંમત રૂપિયા ૨૨,૦૦૦, કોન્ટેક્ટર રિલે સ્પેક્ટીક એન્ડ કોઇલનો એક લૉટ કિંમત રૂપિયા ૫૫,૦૦૦, એફ યુ એસ સ્વિચ નંગ ૨ કિંમત રૂપિયા ૬,૦૦૦ તથા સ્ટ્રલોસ્કોપ નંગ ૧ કિંમત રૂપિયા ૯,૦૦૦ મળી કુલ રૂપિયા ૯૨,૦૦૦ ના સ્પેરપાર્ટસની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જે સંદર્ભે જયદિપસિંહ વિજયસિંહ ચૌહાણે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગુનામાં વપરાયેલી કાર સાથે ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story