Connect Gujarat
દેશ

ત્રીજી T20 આજે: ન્યુઝીલેન્ડ સામે શ્રેણી પર કબ્જો જમાવશે ભારત!

ત્રીજી T20 આજે: ન્યુઝીલેન્ડ સામે શ્રેણી પર કબ્જો જમાવશે ભારત!
X

ભારત અને

ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચ

હેમિલ્ટનના સેડોન પાર્ક ખાતે રમાશે. આજે બપોરે 12:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

જો ભારત ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ પણ જીતે છે, તો તે

ન્યુઝીલેન્ડની ધરતી પર પ્રથમ વખત કીવિસ સામે દ્વિપક્ષીય ટી 20 આંતરરાષ્ટ્રીય

શ્રેણી જીતશે.

જણાવી દઈએ કે

વર્તમાન ટી 20 સીરીઝની પહેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું.

આ પછી, ભારતે બીજી ટી 20 મેચ 7 વિકેટે જીતી લીધી હતી અને

ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી 20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી હતી. ભારતની

ટીમ અત્યારે ખૂબ જ ફોર્મમાં છે અને ખેલાડીઓનું મનોબળ મજબૂત થયુ છે.

સંભવિત ટીમ:

ભારત: વિરાટ કોહલી

(કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), લોકેશ

રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ

પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર

જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત

બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દુલ

ઠાકુર.

Next Story