• દેશ
વધુ

  આ જાણીતી અભિનેત્રી રણવીર સિંહની કઝીન છે, જાણો જન્મદિવસ પર જાણી અજાણી વાતો

  Must Read

  સુરત : શહેરમાં ફરી વળ્યાં ખાડીઓના પાણી, 270થી વધુ લોકોને બચાવાયાં

  સુરત શહેરમાં ખાબકેલા મુશળધાર વરસાદના પગલે ખાડીઓ ઓવરફલો થઇ જતાં લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ...

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 12 દિવસ પછી આવ્યો કોરોના રિપોર્ટ નેગેટિવ

  હરિયાણની મેદાંતા હોસ્પિટલમાં 12 દિવસની સારવાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓને...

  રાજસ્થાન : ગેહલોત સરકારને સચીન પાયલોટે બચાવી, જુઓ શું કહયું વિધાનસભામાં

  રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલાં વિવાદનો અંત આવ્યો છે. શુક્રવારના રોજ વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું....

  બોલિવૂડ અભિનેતા રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. 6 જુલાઈ 1985ના રોજ જન્મેલ રણવીર સિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાની અજીબોગરીબ ફેશન સેન્સ ઉપરાંત એવી અનેક વાતો છે જેના કારણે રણવીર સિંહ સતત ચર્ચામાં રહે છે. આવો તેના બર્થડે પર જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો…  

  બોલિવૂડ અભિનેતા રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. 6 જુલાઈ 1985ના રોજ જન્મેલ રણવીર સિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાની અજીબોગરીબ ફેશન સેન્સ ઉપરાંત એવી અનેક વાતો છે જેના કારણે રણવીર સિંહ સતત ચર્ચામાં રહે છે. આવો તેના બર્થડે પર જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો.

  રણવીર સિંહનું આખુ નામ રણવીર સિંહ ભાવનાની છે. તે સોનમ કપૂરની માતા અને અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂરની બહેનનો પુત્ર છે. અનેક લોકોને હજુ પણ રણવીર સિંહ અને સોનમ કપૂર કઝીન્સ છે તે વાત ખબર નથી. ઈન્ડસ્ટ્રીમાં આવ્યાં બાદ રણવીર સિંહે પોતાની ભાવનાની સરનેમ ડ્રોપ કરી હતી. કારણ કે તેને લાગતુ હતું કે તેનુ નામ સરનેમ સાથે ખુબ લાંબુ થઈ જાય છે. તેનું માનવું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સરનેમ સાથે એક બ્રાન્ડ તરીકે સ્થાપિત થવામાં તેને ઓછું મહત્વ મળત. 


  બોલિવૂડના અનેક અભિનેતા ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવતા પહેલા કેરિયરના અન્ય મુકામે હતાં. રણવીર સિંહ પણ તેમાનો એક છે. રણવીર સિંહે ઈન્ડિયાના યુનિવર્સિટી, બ્લુમિંગટન યુએસએથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવેલી ઓછે. ત્યાં તે થિયેટર સ્ટુડન્ટ હતો. જો કે એક્ટિંગ સાથે તેનો રસ ક્રિએટિવ રાઈટિંગમાં પણ હતો. આથી તેણે એડવરટાઈઝિંગના ક્ષેત્રે પણ કોપી રાઈટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 

  બોલિવૂડના સૌથી ફિટ એક્ટર્સમાં સામેલ રણવીર સિંહ 16 વર્ષની ઉંમરે ખુબ જાડો હતો. ફિલ્મી દુનિયામાં સક્રિય થયા બાદ તેણે પોતાના ડાયેટને ફિલ્મોમાં પોતાની ભૂમિકા પ્રમાણે બદલવાનું શરૂ કરી દીધુ. તે મુજબ તે સવારે ઉઠીને સૌથી પહેલા ખાનારી વસ્તુ અને તેની માત્રા ફિલ્મના તેના કેરેક્ટર પર નિર્ભર રહે છે. તેના ડાયેટમાં બાફેલા ઈંડા, કાળા મરી, અને મીઠું ચોક્કસપણે સામેલ હોય છે. જેની માત્રા તે વધારતો ઘટાડતો રહે છે. તે ફળ અને ડ્રાયફ્રૂટ્સ પણ ખાય છે પણ એવું કઈ પણ ખાતા બચે છે જે વજન વધારે, તે કાર્બોહાઈડ્રેટવાળી ચીજો બહુ ખાતો નથી. 


  રણવીર સિંહ પોતાના ડાયેટનું તો ધ્યાન રાખે જ છે પણ એવું જરાય નથી કે તેને ખાવા પીવાનો શોખ નથી. ખાવા ઉપરાંત તેને કુકિંગનો પણ ખુબ શોખ છે. નોનવેજ ડિશ બનાવવામાં તેને મહારથ હાંસલ છે. તેનું માનવું છેકે ખાવામાં યોગ્ય પ્રમાણમાં બટરનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. તેને ચોકલેટ અને અન્ય મીઠી વસ્તુઓ ખાવી પણ બહુ ગમે છે. લંચ અને ડિનર બાદ પણ તે કઈંક ગળી વસ્તુ ખાવાનું ચોક્કસપણે પસંદ કરે છે. 

  રણવીર સિંહ પોતાની ફિટનેસ પ્રત્યે ખુબ સજાગ રહે છે. યોગ્ય ખાવાનું પાવાનું, યોગ્ય ઊંઘ, અને જબરદસ્ત મહેનતને તે પોતાનો ફિટનેસ મંત્ર માને છે. તેનું એવું પણ માનવું છે કે ફિટ બોડી આત્મવિશ્વાસનું સૌથી મોટું કારણ રહે છે. જ્યારે પણ તે એવી કોઈ જગ્યાએ જાય જ્યાં જીમની સુવિધા ન હોય તો તે પુશ અપ્સ જરૂર કરે છે અથવા તો પોતાની સૂટેકસ ઉઠાવીને એક્સસાઈઝ કરે છે. 

  રણવીરને ખાવાપીવાનો ખુબ શોખ છે. તે પોતાની આઈડિયલ ડેટમાં પણ આ જ ઈચ્છે છે. રણવીર પોતાની આઈડિયલ ડેટમાં સારું ખાવાનું, સારું સૂવાનું અને સારીવાતો ઈચ્છે છે. લગ્ન બાદ તેને એક નવી આદત  પડી છે અને તે છે પત્ની દિપીકા પાદૂકોણ સાથે ફૂટવેર એક્સચેન્જ કરવાની. રણવીર અને દિપીકા એકબીજાના ફૂટવેર પહેરવાનું પસંદ કરે છે. 

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  સુરત : શહેરમાં ફરી વળ્યાં ખાડીઓના પાણી, 270થી વધુ લોકોને બચાવાયાં

  સુરત શહેરમાં ખાબકેલા મુશળધાર વરસાદના પગલે ખાડીઓ ઓવરફલો થઇ જતાં લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ...

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 12 દિવસ પછી આવ્યો કોરોના રિપોર્ટ નેગેટિવ

  હરિયાણની મેદાંતા હોસ્પિટલમાં 12 દિવસની સારવાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓને 2 ઓગસ્ટના રોજ કોરોનાની સારવાર...
  video

  રાજસ્થાન : ગેહલોત સરકારને સચીન પાયલોટે બચાવી, જુઓ શું કહયું વિધાનસભામાં

  રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલાં વિવાદનો અંત આવ્યો છે. શુક્રવારના રોજ વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. જેમાં સચીન પાયલોટ અને અશોક...
  video

  ભરૂચ : આમોદ પંથકમાં મેઘમહેરથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ, જનજીવન ખોરવાયું

  ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે આસપાસના ગામોમાં વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ...
  video

  ભરૂચ : અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ટ્રાફિકજામ, જુઓ શું છે કારણ

  અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ જતાં સેંકડો વાહનચાલકો ફસાય ગયાં હતાં. નેશનલ હાઇવે પરના વાહનોને ડાયવર્ટ કરવામાં આવતાં તેની સીધી અસર...

  More Articles Like This

  - Advertisement -