Connect Gujarat
Featured

વડાપ્રધાન મોદીના બાળપણની યાદોમાં આ ચા ની કીટલી છે ખાસ

વડાપ્રધાન મોદીના બાળપણની યાદોમાં આ ચા ની કીટલી છે ખાસ
X

આજ રોજ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. ત્યારે તેની બાળપણની કેટલીક મહત્વની યાદોમાં તેના જન્મ સ્થાન વડનગર રેલવે સ્ટેશન પર આવેલી 'ચા ની કીટલી' પણ છે. ચા ની કીટલી જોવા દેશ વિદેશથી લોકો અહીં આવે છે તો એવું તે શું ખાસ છે આ કીટલીમાં?

દેશ-વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અને તે છે વડનગર રેલવે સ્ટેશન પર આવેલી ચાની કીટલી. આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક નગર સાથે સાથે વડનગરનું મહત્વ પીએમ મોદીના વતનને કારણે વધી જાય છે.

વડનગર રેલવે સ્ટેશન પર સ્થિત આ ચાની દુકાન પર બાળપણમાં પીએમ મોદી તેમના પિતા દામોદાર મોદીને ચા વેચવામાં મદદ કરતા હતા. અત્યાર સુધી લાખો લોકોએ આ ચાની દુકાનની મુલાકાત લીધી છે અને સતત આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સહેલાણીઓની સંખ્યા સતત વધતા અને સ્થાનની લોકપ્રિયતામાં વધારો થયો છે જેને પગલે વડનગર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તાનારીરી મહોત્સવ હાટકેશ્વર મંદિર, કિર્તી તોરણ સહિતની જણસનું મૂલ્ય અને ઐતિહાસિક રીતે તો છે પણ હવે તેને જન જન સુધી પહોંચાડવાનું બીડુ ઝડપવામાં આવ્યું છે.

લાકડાની બનેલી આ દુકાનને તેના મૂળ સ્વરુપે જ રાખવા માટે હવે તેના ફરતે કાચનું કવર બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસન વિભાગ આ સ્થળને એક ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરવા માગે છે. વડનગર સ્ટેશનને વિકસિત કરવા માટે 8 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ વડનગર અને ઉંઝા વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓ હાટકેશ્વર મહાદેવ મંદિર પર જાય છે. જ્યાં પીએમ મોદી ઘણીવાર પૂજા કરવા જતા હોય છે. તેથી ત્યાં પણ સુવિધાઓ વધારવામાં આવી છે.

Next Story