Connect Gujarat
Featured

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં આવી પહોંચી વર્ષારાણની સવારી

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં આવી પહોંચી વર્ષારાણની સવારી
X

કોરોના વાયરસના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવા અંગે અસમંજસ ચાલી રહી છે તેવામાં રાજયભરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. કચ્છના માંડવીમાં 6 કલાકમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

એમ્ફાન વાવાઝોડાના પગલે રાજયમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની શરૂઆત થઇ હતી. ધમાકેદાર એન્ટ્રી બાદ મેઘરાજાએ વિરામ લેતાં વરસાદ અટકી ગયો હતો. રવિવારના રોજ આકાશમાં એક તરફ સુર્યગ્રહણ ચાલી રહયું હતું તો બીજી તરફ વાદળોની ફોજ ઉતરી આવી હતી. મોસમે કરવટ બદલતાં ફરીથી વર્ષા રાણીની સવારી આવી પહોંચી હતી. ભરૂચ, વલસાડ, સુરત અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ વરસાદ વરસી રહયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના માંડવીમાં બારે મેઘ ખાંગા થયાં હતાં. માંડવીમાં 6 કલાકમાં જ સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં શહેરમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાં ચોમાસાની જમાવટ થઇ રહી છે. ભરૂચ, અંકલેશ્વર, વલસાડ અને સુરતમાં વરસાદ વરસી રહયો છે. લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બફારાનો સામનો કરી રહેલાં લોકોને રાહત સાંપડી હતી.

Next Story