Connect Gujarat
બ્લોગ

બીજી મા સિનેમા : ઠગ્સ્ ઓફ હિન્દુસ્તાન

બીજી મા સિનેમા : ઠગ્સ્ ઓફ હિન્દુસ્તાન
X

જાત વગરની જાત્રા ખોટી. કોઈ ગમે તે કહે, ભલેને એક સ્ટાર કોઈએ આપ્યો હોય પણ એટલું યાદ રાખો, અમિતાભ બચ્ચન, આમિર ખાન એક સાથે જે ફિલ્મમાં હોઈ એ જોવી જ પડે.

હું તો AB નો બેશુમાર ચાહક છું, આમિરખાનની એક પણ ફિલ્મ મેં છોડી નથી.

એથી વિશેષ હિન્દી સ્ક્રીન પર જહાજના દ્રશ્યો જબરજસ્ત. તેમાં વળી કૈટરિના (સુરૈયા) ભલે ત્રણવાર આવે પણ કમાલ કરે અને બીજુ તેનું નામ છે ઝફીરા (ફાતીમા શના શેખ) છે એ ટાઈટલને જોઈને યાદ રાખ્યું છે મીરઝા સિકંદર બેગ (રોનીત રોય) ઓછું પણ કામ ભારેખમ છે.

એક ગીત જે બધા જ કલાકાર ગાય પછી બ્રિટીશ ઓફિસર ઝોન ક્લાઈવ (લોઈડ ઓવન) ને મારે. બીજો બ્રિટીશ ઓફિસર લાજવાબ. જો આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ન હોત તો આટલું જોવાલાયક, માણવાલાયક ન બન્યું હોત ! શનિચર (મહંમદ ઝીશાન અય્યુબ) ફિરંગી (આમીરખાન) જોડીદાર રંગ લાવે છે. જૈતુમ્બી( ઈલા અરૂણ), મહારાજા સંગ્રામ સિંઘ (શરદ સક્સેના), ઝાફીરાનો બાળપણ અભિનય કરનાર (ડેશના દુગડ)

ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં મુખ્ય ૨૨ અને અન્ય ૨૮ કુલ મળીને ૫૦ કલાકારોનો કાફલો છે. પ્લેબેક સિંગર સુનિધી ચૌહાણ, શ્રેયા ઘોસાલ અને સુખવિન્દર સિંઘ – સંગીતકાર અજય - અતુલ બેકગ્રાઉન્ડ મ્યુઝીકઝોન સ્ટેવર્ટ ઈડુરીનું છે.

તલવાર બાજી બેમિશાલ છે. જે જમાનામાં વિજળી ન હતી, મશાલથી કામ ચાલતું તે સમયની વાત છે. અદ્ભૂત અભિનય, જરૂર એકવાર જોજો, ધીરજ રાખીને જોજો. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ગમશે જ. બીલીવ મી.

Next Story