ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ

0

કોરોનાની મહામારીની અસર ઓછી થવા લાગી છે ત્યારે સરકારે ધોરણ 8 થી 12ના વર્ગો ચાલુ કર્યા બાદ હવે બોર્ડની પરીક્ષાઓને મંજુરી આપી છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ -10 અને 12ની પરીક્ષાઓની જાહેરાત કરાય છે. રાજ્યમાં 10 મેથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરુ થશે જે 25 મી મેના રોજ  પૂર્ણ થશે પરીક્ષાનો  સમય બોપોરના 3 વાગ્યાથી સાંજના 6.30 નો નક્કી કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને કારણે પહેલેથી વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે ….જેના પરિણામેવિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ-9થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરાયા છે.આમ મેં મહિનામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનો પ્રારંભ થશેરાજ્યમાં  શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવામાં આવ્યો છે તો સાથે  -9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here