Connect Gujarat
Featured

આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, વાંચો ઉજવણી પાછળનો હેતુ

આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, વાંચો ઉજવણી પાછળનો હેતુ
X

આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે. આજના દિવસનો હેતુ બાલિકા સશક્તિકરણને પ્રોત્સાહન આપવો અને એમના પ્રત્યે સન્માન જાહેર કરવા માટેની જાગૃતિ કેળવવાનો છે.

દરકે વર્ષ ભારતમાં 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવાય છે. તેમની શરૂઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયએ કરી હતી. આ દિવસને ઉજવવાના ઉદ્દેશ્ય દેશમાં બાળિકાઓ સાથે થનાર ભેદભાવના પ્રત્યે લોકોને જાગૃત કરવું છે. 2008થી આ દિવસ આખા દેશમાં ઉજવવામાં આવે છે. ચાઈલ્ડ લિંગ રેશો અને છોકરીઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ આપવા માટે દરેક શકય કોશિશ કરવામાં આવે છે

મહિલાઓને સશ્કત બનાવવાના ઉદ્દેશ્યથી 2015માં “બેટી બચાવો બેટી” ભણાવોની શરૂઆત કરવામાં આવી હતી. સરકારનું "બેટી બચાવો બેટી ભણાવો" અભિયાનએ બાળકીઓ માટે ખૂબ જ સારું પગલું છે. ભ્રૂણ હત્યા જેવી સ્ત્રીઓ પ્રત્યેની અનેક અમાનવીય પ્રથાઓ હવે ઓછી થઈ છે.

આ અભિયાનોથી લોકોની માનસિકતામાં પરિવર્તન કરવામાં મદદ મળી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, બાળકીઓનાં શિક્ષણ અંગે ઘણી જાગૃતિ આવી છે. આ અભિયાનો સમાજના લોકોની માનસિકતા પર ખૂબ પ્રભાવિત થયા છે. હવે લોકો છોકરાઓની જેમ બાળકીઓને સમાન આદર અને અધિકાર આપી રહ્યા છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સલામતી, શિક્ષણ, લિંગ રેશિયો, બાળકીઓના આરોગ્ય જેવા મુદ્દાઓ પર વિવિધ પ્રકારના અભિયાનો ચલાવવામાં આવે છે. શેરી નાટકો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે.

હરિદ્વારના સૃષ્ટી ગૌસ્વામી એક દિવસ માટે આજે ઉત્તરાખંડના સીએમ બનશે

દેશભરમાં આજે બાલીકા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે હરિદ્વાર નિવાસી બાલિકા સૃષ્ટી ગૌસ્વામી ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે. બાલિકા સૃષ્ટી ગૌસ્વામી ત્રિવેન્દ્રમ સિંહ રાવત દહેરાદુનમાં બાળસભા સત્ર દરમિયાન એક દિવસ માટે ઉત્તરાખંડના સીએમ બનાવાશે. સૃષ્ટીની સામે દરેક વિભાગીય અધિકારીઓ વિભાગના કાર્યોનું પ્રઝન્ટેશન આપશે. પ્રેઝન્ટેશન જોયા બાદ સૃષ્ટી પોતાના સુચનો આપશે. જેમા બાલીકાઓનો મુદ્દો મહત્વનો બની રહેશે.

Next Story