Connect Gujarat
દેશ

આજે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન રમેશ તેંડુલકરનો જન્મદિવસ, જાણો તેમની કારકીર્તિ વિષે..

આજે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન રમેશ તેંડુલકરનો જન્મદિવસ, જાણો તેમની કારકીર્તિ વિષે..
X

૨૪ એપ્રિલ, ૧૯૭૩ના દિવસે

મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા સચિન તેંદુલકરના પિતા રમેશ તેંદુલકર

એક જાણીતા લેખક હતાં અને માતા રજની તેંદુલકર એક ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા

હતા. પિતા રમેશ તેંદુલકરે સચિનનું નામ તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનની યાદગીરીમાં

રાખ્યું હતું. સચિનને ત્રણ ઓરમાન ભાઈ-બહેન છે. નીતિન, અજીત અને

સવિતા. મુંબઈના બાંદ્રા ઇસ્ટના સાહિત્ય સહવાસ કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં સચિનનું

બાળપણ વીત્યું હતું.

સચિનને ક્રિકેટ સાથે ઓળખાણ તેના ભાઈ

અજીતે કરાવી હતી. ૧૯૮૪માં શિવાજી પાર્ક દાદરમાં કોચ રમાકાંત આચરેકરની નિશ્રામાં

સચિનને ક્રિકેટ શીખવા માટે મૂકવામાં આવ્યો. સચિનમાં રહેલી પ્રતિભાથી પ્રભાવિત

થયેલા આચરેકરે અજીત તેંદુલકરને સચિનને શારદાશ્રમ વિદ્યા મંદિરમાં મૂકવાનું કહ્યું, કારણ કે આ

સ્કૂલમાં ક્રિકેટ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. કોચ આચરેકર સચિનને નેટમાં

સખત પરિશ્રમ કરાવતા અને જ્યારે એમ લાગતું કે સચિન થાકી ગયો છે, ત્યારે તે

બોલરોને સ્ટમ્પ ઉપર મૂકેલા એક રૂપિયાના સિક્કાને ઉડાવીને સચિનને આઉટ કરવાનું

કહેતાં, જો બોલરો

આમ કરવામાં નિષ્ફળ જાય તો એ સિક્કો સચિન પોતાને ઘરે લઇ જતો. કહેવાય છે કે સચિન

પાસે આવાં ૧૩ સિક્કાઓ છે.

શારદાશ્રમ સ્કૂલ તરફથી રમતા સચિને વિનોદ

કાંબલી સાથે મળીને હેરીસ શિલ્ડ ઇન્ટર સ્કૂલ મેચમાં સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સામે

૧૯૮૮માં ૬૬૪ રનની રેકોર્ડ પાર્ટનરશિપ બનાવી હતી. આ પાર્ટનરશિપમાં સચિને એકલાએ નોટ

આઉટ રહીને ૩૨૬ રન બનાવ્યા હતા. આ રેકોર્ડ છેક ૨૦૦૬ની સાલ સુધી અકબંધ રહ્યો હતો. આ

પાર્ટનરશિપે કેટલાંય લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે ૧૯૮૭-૮૮ની રણજી સિઝનમાં

સચિનને મુંબઈની ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ આખીએ

સિઝનમાં તેને એક પણ મેચ રમવા મળી ન હતી, પરંતુ ત્યાર પછીના વર્ષે ૧૧ ડિસેમ્બર

૧૯૮૮ના દિવસે સચિને ગુજરાત સામે ફર્સ્ટક્લાસ ડેબ્યુ કર્યો હતો અને આ મેચમાં

સેંચુરી પણ બનાવી હતી. ત્યાર પછી તો રણજી ટ્રોફી હોય કે દુલીપ ટ્રોફી કે પછી દેવધર

ટ્રોફી સચિન એક પછી એક સેંચુરીઓ બનાવવા લાગ્યો અને ભારતીય સિલેક્ટરોનું ધ્યાન સતત

તેની તરફ આકર્ષતો રહ્યો.

પેશાવર ખાતે એક પ્રદર્શન મેચમાં સચિને

માત્ર ૧૮ દડામાં ૫૩ રન બનાવ્યા હતા, જેમાં અબ્દુલ કાદિરની એક ઓવરમાં તેણે ચાર

સિક્સર અને એક ફોર મારીને ૨૮ રન બનાવ્યા હતા. કાદિરે પોતે આ મેચ બાદ સચિનના વખાણ

કર્યા હતાં. ત્યાર બાદ ન્યુઝિલેન્ડમાં રમાયેલી સિરીઝમાં પણ સચિનનો દેખાવ સામાન્ય

રહ્યો હતો, પરંતુ તેણે સિલેક્ટરોનો વિશ્વાસ બિલકુલ ગુમાવ્યો ન હતો. ઓલ્ડ

ટ્રેફોર્ડ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે રમતા ૧૪ ઓગસ્ટ ૧૯૯૦ના દિવસે સચિને તેની

પ્રથમ આંતરરાષ્ટ્રીય સેંચુરી બનાવી અને આમ કરતાં તે સદી બનાવવાનાં મામલામાં

વિશ્વનો તે સમયનો સહુથી નાની ઉંમરનો ક્રિકેટર બની ગયો હતો. બસ, સચિનની

ખરેખરી સફર અહીંથી શરૂ થઇ.

જે અવિરતપણે કુલ ૨૪ વર્ષ ચાલુ રહી અને

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને કુલ ૩૪,૩૫૭ રનનો પહાડ ખડો કરી દીધો. માન્ચેસ્ટર

ટેસ્ટ પછી સચિને બીજી ૯૯ આંતરરાષ્ટ્રીય સદીઓ પોતાનાં ખાતામાં જમા કરાવી જે એક એવો

રેકોર્ડ છે, જે કદાચ ક્યારેય નહીં તૂટે. આટલું ઓછું હોય તેમ સચિન વન-ડે

ક્રિકેટમાં બેવડી સદી બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો.

સચિન રમેશ તેંડુલકર એક એવું નામ કે જેણે ક્રિકેટ જગતમાં ભગવાન જેવા દરજો પ્રાપ્ત કર્યો. ચાહકો આ સ્ટાર બેટ્સમેનને ક્રિકેટનો ભગવાન કહે છે. 24 એપ્રિલ સચિનનો જન્મદિવસ છે અને આ દિવસ સચિનના ચાહકો માટે ઉજવણી જેવો છે. 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન સૈયદ કિરમાનીએ પણ સચિનને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા.

Next Story