પુલવામા આતંકી હુમલાની આજે બીજી વરસી, શહીદ જવાનોને આજે અપાશે શ્રદ્ધાંજલિ

બે વર્ષ પહેલા કાશ્મીરના પુલવામામાં ભારતના વીર સપૂતોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. ભારતના વીર જવાનોની શહીદીને બે વર્ષ પૂર્ણ થતાં CRPFના જવાનોએ પોતાના સાથીઓએ શ્રદ્ધાંજલિ આપી. પુલવામા હુમલાની બીજી વરસી પર જમ્મૂમાં CRPFની 76મી બટાલિયને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ હુમલામાં 76મી બટાલિયનના 5 જવાનો શહીદ થયા હતા.
વર્ષ 2019માં જ્યારે 78 ગાડીઓના કાફલા આસાથે 2500 જવાન જમ્મૂથી શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે જ નેશનલ હાઇવે પર બપોરે સાડા ત્રણ વાગે વિસ્ફોટકથી ભરેલ એક કાર કાફલામાં આવી અને એક ભયંકર ધમાકો થયો. જે બસથી આ કાર અથડાઇ તેના ફૂરચે ફૂરયા ઊડી અને ભારતના માતાના વીર સપૂતોએ બલિદાન આપ્યું.
લેથપોરા કૈંપ સ્થિત સ્મારક પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અપાશે
દેશ આ ઘટનાની હચમચી ઉઠ્યો. દેશના 40 જવાનો શહીદ થઈ ગયા અને દેશના એક એક નાગરિકના મનમાં પાકિસ્તાન પર જબરદસ્ત ઉકળાટ હતો. આખા દેશે એક સૂરમાં આ ઘટના સામે પ્રદર્શનો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જે આગ તમારા મનમાં છે એવી જ હું મારી છાતીમાં અનુભવી રહ્યો છું. તેમણે કહ્યું કે દરેક આંસુનો બદલો લેવામાં આવશે. નોંધનીય છે કે બાદમાં ભારતના વીર જવાનોએ પોતાના સાથીઓનો બદલો એરસ્ટ્રાઈક કરીને લીધો હતો. વાયુસેનાના લડાકૂઑએ તાબડતોડબ બાલાકોટમાં આતંકવાદી અડ્ડાઑ પર એરસ્ટ્રાઈક કરી અને કેટલાય આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા.