Connect Gujarat
દેશ

આજે શાહીન બાગ જઈ શકે છે મધ્યસ્થી હેગડે, ઉકેલ લાવવાનો કરાશે પ્રયાસ

આજે શાહીન બાગ જઈ શકે છે મધ્યસ્થી હેગડે, ઉકેલ લાવવાનો કરાશે પ્રયાસ
X

સંજય હેગડેએ

જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન વિરોધીઓ સાથે અનૌપચારિક વાટાઘાટો કરવામાં

આવશે. તેમણે કહ્યું કે વાતચીત પ્રસંગે તે તમામ મુદ્દાઓ, વિકલ્પો અને શક્યતાઓ

ઉપર ખુલીને વાત કરવા માટેના તમામ પ્રયત્નો કરશે, જેથી આ મામલે એક

સામાન્ય સમાધાન મળી શકે.

સુપ્રીમ કોર્ટ

દ્વારા નિયુક્ત મધ્યસ્થ સંજય હેગડે

મંગળવારે શાહીન બાગની મુલાકાત લઈ શકે છે. તેમણે સોમવારે કહ્યું હતું કે, જો વધુ જરૂર પડે તો

મંગળવારે તેઓ અનૌપચારિક રીતે શાહીન બાગમાં ધરણા સ્થળે જશે. આ દરમિયાન વિરોધકારો

સાથે અનૌપચારિક વાટાઘાટો કરવામાં આવશે. સંજય હેગડેએ કહ્યું હતું કે વાતચીત પ્રસંગે

તેઓ તમામ મુદ્દાઓ, વિકલ્પો અને શક્યતાઓ પર ખુલીને વાત કરવાની સંપૂર્ણ શક્તિ પ્રદાન કરશે, જેથી આ મામલે એક

સામાન્ય સમાધાન મળી શકે.

તેઓ એ એમ પણ જણાવ્યું હતું કે તેઓ બુધવારે અન્ય એક વાર્તાકાર સાધના રામચંદ્રન સાથે શાહીન બાગ જશે. જો કે, સાધના રામચંદ્રન

મંગળવારે દિલ્હી નહીં હોય. તેથી ઔપચારિક વાટાઘાટો શરૂ થશે નહીં.

તેમણે કહ્યું કે, ઔપચારિક વાટાઘાટો દરેકની હાજરીમાં કરવામાં આવશે, જે સંભવત બુધવારે

થશે.

Next Story