Top
Connect Gujarat

વરેડીયા ભૂખી પુલ પર ચાલતા સમારકામને પગલે સર્જાઇ રહેલી ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન

વરેડીયા ભૂખી પુલ પર ચાલતા સમારકામને પગલે સર્જાઇ રહેલી  ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન
X

છેલ્લા કેટલાય દિવસોથી ભરૂચ તાલુકાના વરેડિયા પાસે નશનલ હાઇવે નંબર 48 પર કામ ચાલી રહ્યું છે. રોડના કાર્યને પગલે અમદાવાદ તરફ જતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આજે પણ કામ ચાલતું હોવાથી ટ્રાફિક સમસ્યા ઉભી થવા પામી હતી . ટ્રાફિકને પગલે વાહનોની કતારો લાગી હતી. તેમાંય ફોર વ્હીલ વાહનો ઉતાવળે નીકળવાની લાહ્યમાં પોતાના વાહનો ગમે ત્યાં થઈને કાઢી લેવા માંગતા હોઈ અન્ય માર્ગો શોધી રોંગ સાઇડે લઇ જઈ તે દિશામાં પોતાના વાહનો હંકારી લેતા અન્ય માર્ગો પર પણ જે ટ્રાફિક તેની દિશામાં ચાલતો હોઈ તેને અવરોધી ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરી નાખે છે.

નાના ફોર વહીલ વાહનો તો ઠીક લક્ઝરીબસો અને મોટી ટ્રકો પણ ફોર વ્હીલ વાહનોની પાછળ પોતાના વાહનો લઇ જતા સમસ્યા વધુ જટિલ બને છે અને ટ્રાફિક સમસ્યાને વધુને વધુ જટિલ બનાવી અકસ્માતોને આમંત્રણ આપતા હોઈ છે જેને પરિણામે અકસ્માતો પણ બનવા પામે છે. આવી સ્થિતિનું નિર્માણ ન થાય અને ટ્રાફિક નિયમિત થાય તે અત્યંત જરૂરી છે ત્યારે સત્તાવાળાઓ આ કામને પ્રાધાન્ય આપી લાંબો સમય ન લેતા ઝડપથી આ કામ પૂર્ણ કર તે અત્યંત જરૂરી છે. આવી જગ્યા માટે એક કે બે દિવસનો બ્લોક લઇ કામ કરવાની સાઈડ સદંતર બંધ કરી આવા કામને પૂર્ણ કરે તો આ કામનો વહેલી નિવેડો આવે તેમ છે .

થોડા થોડા દિવસે ચાલતા આ કામ ને પગલે વાહનચાલકો પણ હવે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેવી ચર્ચા કરતા સાંભળવા મળ્યા હતા. સત્તાવાળા આ કામનો જલ્દી નિવેડો લાવે તે જરૂરી છે આમ પણ ભુખી પુલ પર આગળથી આવતી ત્રણ લાઈનો ઓચિંતા બે લાઈનમાં થઇ જતા વારંવાર અકસ્માતો થતા ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થાય જ છે. ત્યારે આ પુલને ટુ લેનમાંથી થ્રી લેનમાં ક્યારે પરિવર્તિત કરવામાં આવશે એમ વાહન ચલાકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Next Story
Share it