રાજયના આ શહેરમાં પોલીસે બે દિવસમાં વસુલ્યો 36.24 લાખ રૂા.નો દંડ

0
366

સુરત ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા બાદ સુરતીઓએ દંડ ભરવામાં ઇતિહાસ રચ્યો છે. બે દિવસમાં જ પોલીસે 36.24 લાખ રૂપિયાના દંડની વસુલાત કરી છે. રાજ્યમાં સૌથી વધુ ટ્રાફિક દંડ ભરવામાં સુરત આગળ રહયું છે. 

ટ્રાફીક નિયમનો નવો કાયદો આવ્યા બાદ સુરત એક એવુ શહેર બની ગયુ છે કે જ્યાં રાજ્યમાં સૌથી વધુ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. માત્ર બે દિવસની વાત કરવામાં આવે તો સુરત શહેર ટ્રાફિક પોલીસે સુરતીઓ પાસે થી 36.24 લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.  દરેક બાબતમાં આગળ રહેનાર સુરતીઓ હવે ટ્રાફિક દંડ ભરવામાં પણ નંબર વન બની ગયા છે. સુરત શહેરમાં નવા ટ્રાફિક નિયમ આવ્યા બાદ અત્યાર સુધી કરોડો રૂપિયાની રકમ દંડ તરીકે વસુલવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં રેકોર્ડ બ્રેક દંડ વસૂલવામાં આવ્યો છે તારીખ 21 નવેમ્બરના રોજ 18.75 લાખ જ્યારે 22 નવેમ્બરના રોજ 17.49 લાખ રૂપિયાનો  દંડ સ્થળ પરથી સુરત પોલીસે વસુલ કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here