Connect Gujarat
ગુજરાત

TRAIનાં નિર્ણય સામે ભરૂચ કેબલ ઓપરેટર એસોસીએશને નોંધાવ્યો વિરોધ

TRAIનાં નિર્ણય સામે ભરૂચ કેબલ ઓપરેટર એસોસીએશને નોંધાવ્યો વિરોધ
X

આવેદનપત્ર પાઠવી ટ્રાઈ દ્વારા લેવાયેલા નિર્ણયને પરત લેવા માંગ કરી.

ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI) દ્વારા ગત તારીખ 19 નવેમ્બરથી એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રત્યેક ચેનલ પર પ્રતિ માસ રૂપિયા 25થી 45 લાગુ કરવા. જેનો અમલ આગામી 29 ડિસેમ્બરથી કેબલ ઓપરેટરો માટે લાગુ કરવામાં આવ્યો છે. જેની સામે કેબલ ઓપરેટરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આઝરોજ ભરૂચ કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા ટ્રાયના આ નિર્ણય સામે રેલી યોજી આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા નિર્ણયમાં ગ્રાહકો ફ્રી ટુ એર બેઝિક પેકેજ તરીકે રૂપિયા 130નું ફરજીયાત પેક લેવું પડશે. ત્યારબાદ અન્ય ચેલનોલે એડિશનલ પ્રમાણે અલગ અલગ પસંદગી કરીને તેની કિંમત ગ્રાહકોએ પ્રતિ માસ ચુકવવાની રહેશે. આ નિર્ણયથી હાલમાં જોવાતી ચેનલોમાં ઘટાડો થવાનો ભય રહેલો છે. વળી વધુ ચેનલો જોવા માટે ગ્રાહકોએ વધુ નાણા ખર્ચવા પડશે. જેથી ભવિષ્યમાં પડનારી અસરોને લઈને ગુજરાતનાં તમામ કેબલ ઓપરેટરો દ્વારા નોંધાવેલા વિરોધમાં ભરૂચ એસોસિએશને પણ પોતાનો ટેકો જાહેર કરી આજે રેલીનું આયોજન કર્યું હતું. ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી બાદ આવેદનપત્ર પાઠવ્યું હતું.

Next Story