Connect Gujarat
ટ્રાવેલ 

Weekend સ્ટે સાથે ફરવા માટે ખાસ છે અમદાવાદની આસપાસના 5 સ્થળો

Weekend સ્ટે સાથે ફરવા માટે ખાસ છે અમદાવાદની આસપાસના 5 સ્થળો
X

તમે તમારા વીકએન્ડને સારી રીતે વન નાઇટ સ્ટે સાથે સ્પેન્ડ કરવા ઇચ્છો છો તો આ અમદાવાદની આસપાસ આવેલા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યાઓ તમારા માટેનો બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે.

અહીં તમે પ્લાન કરીને જાઓ છો તે તમે તમારા વીકએન્ડને બેસ્ટ બનાવી શકો છો. આજે અહીં તમારા માટે આવી જ કેટલીક જગ્યાઓ અને ત્યાં મળતી સુવિધાઓની વાત કરવામાં આવી છે. તો આ બેસ્ટ પ્લાનની મદદથી તમે જાણી લો જે તે જગ્યાનું અંતર, સમય અને કઈ સુવિધાઓ તમને મળશે તેને વિશે.

સાપુતારા: અમદાવાદથી અંતર - 400 કિમી.

મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું અને મુંબઉ થી 250 કિમીના અંતરે આવેલું સાપુતારા એક ખાસ રિસોર્ટ ગણવામાં આવે છે. ટૂરિસ્ટને આ સ્થળ સાઇટ સીન, ટ્રિકિંગ અને બોટિંગ એક્ટિવિટીને માટે જાણીતું છે. અહીં ખાસ કરીને સાપની મુલાકાત ખાસ બને છે. હોળીમાં પૂજાતા સાપ પણ અહીં સરળતાથી જોવા મળે છે. નેચર પ્રેમી અને સાથે વાઇલ્ડ લાઇફમાં રસ ધરાવનારા લોકોને માટે આ એક ખાસ પોઇન્ટ બની શકે છે. જો તમે સાપુતારાના પ્રવાસે જાઓ છો તો સાપુતારા તળાવ, ગામ, વાસંડા નેશનલ પાર્ક, પુર્ના સેન્ચ્યુરી, ગિરા ફોલ્સ, પાંડવોની ગુફા તથા સૌથી ખાસ ગણાતા સનરાઇઝ અને સનસેટ પોઇન્ટની મદદ લઇ શકો છો. સાપુતારાના પ્રવાસ દરમિયાન ત્યાંના લોકલ ફૂડની મજા લેવાની પણ અલગ જ મજા છે. તેમાં તમે બાજરીનો રોટલો, ભાખરી અને જાડી અને ક્રિસ્પી રોટલી, ઢાકળા, ફાફડા, ખાંડવી, દાળ અને ખીચડીની પણ મજા લઇ શકો છો.

પાવાગઢ, ચાંપાનેર: અમદાવાદથી અંતર - 147 કિમી.

આર્કિયોલોજીના શોખીનોને માટે આ બેસ્ટ પ્લેસ છે. જો તમે અહીં જાઓ છો તો હિન્દુ અને ઇસ્લામિક ડિઝાઇનને જોઇ શકો છો. અહીંની મુલાકાતે ગયા બાદ તમે જામા મસ્જિદ, કાલિકા માતા મંદિર, જૈન મંદિરો, કૈવડા મસ્જિદ, નગીના મસ્જિદ અને લકુલિસા મંદિર તથા પાવાગઢ ફોર્ટની મુલાકાત લઇ શકો છો. પાવાગઢ જાઓ છો તો તમારે ફૂડની ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી. અહીં તમે અનેક લોકલ ફૂડની સાથે સાથે ફાફડા, કચોરી, થેપલા, ખાંડવી, ઢેબરા, ગાંઠિયા, હાંડવો વગેરેની મજા પણ માણી શકો છો. આ રીતે પાવાગઢ ફરવાને માટે ગુજરાતનું બેસ્ટ પ્લેસ હોઇ શકે છે.

ગીર: અમદાવાદથી અંતર - 364 કિમી.

એશિયન્ટ લાયન્સને જોવાને માટે આ એક બેસ્ટ પ્લેસ છે. ગુજરાતીઓમાં આ પ્લેસ ખૂબ જ ફેમસ છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓ દ્વારા કાર્યરત છે. હાલમાં અહીં 523 સિંહ જોવા મળે છે. ઉનાળામાં અહીં બહુજ ગરમી પડે છે. ઉદ્યાન અને અભયારણ્ય,જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, નવેમ્બર અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય, પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. અહીં તમે ગુજરાતી થાળીની મજા લઇ શકો છો અને સાથે લોકલ અને અગણિત કલરફૂલ ડિશની મજા પણ લઇ શકાય છે. ફાફડા, કચોરી, થેપલા, ખાંડવી, ઢેબરા, ગાંઠિયા, હાંડવો અને અહીં સલાડ, પુરી, અથાણું અને પાપડ પણ જાણીતા છે. મીઠાઇઓમાં બાસુંદી, પુરણપોળી, શ્રીખંડ, ઘેવર અને માલપુઆ પણ જાણીતા છે.

સિલવાસા: અમદાવાદથી અંતર - 376 કિમી.

ગ્રીનરી તથા રિસોર્ટને પસંદ કરનારા માટે અને નેચર સાથે સમય પસાર કરવાને માટે આ સ્થળ બેસ્ટ હોઇ શકે છે. પોર્ટૂગીઝ હેરિટેડ અહીંનું આકર્ષણ છે. ટૂરિસ્ટ નેચરની સાથે સિલવાસાના વોટરપાર્કની મજા પણ માણી શકે છે. હાથબનાવટની ચીજો, વર્લી પેઇન્ટિંગ, પેપરબેગ અને સાથે જ અનેક રેસ્ટોરાંની સાથે આ સ્થળ બેસ્ટ પિકનિક પોઇન્ટ બની શકે છે. સિલવાસામાં ગુજરાતીની સાથે ઇન્ટરનેશનલ ફૂડની મજા પણ મળી શકે છે. ઇટાલી અને ચાઇનીઝ ફૂડ પણ અહીં જાણીતા છે. ચોખા, જુવાર, પલસિસ અને મશરૂમની ડિશિશ જાણીતી છે. ફૂડ સિવાય તમે હિરવા વેન ગાર્ડન, આઇલેન્ડ ગાર્ડન, લાયન સફારી વાઇલ્ડ પાર્ક, વેન્ગાના લેક, દૂધની, ખાનવેલની મજા કરી શકો છો.

પોરબંદર: અમદાવાદથી અંતર - 394 કિમી.

મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે, અહીં અનેક મંદિરો અને ડેમ, બીચ, વાઇલ્ડ લાઇફ, સુદામા મંદિર, ભારત મંદિર, રામધૂન મંદિર અને હનુમાન મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેક સ્થળો પોતે પોતાનું અનેરું મહત્વ ધરાવે છે. પોરબંદરની મુલાકાતે જાવ તો કિર્તી મંદિર, ભારત મંદિર - નહેરું પ્લેન્ટેરિયમ, બારડા હિલ્સ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, પોરબંદર બર્ડ સેન્ચ્યુરી, પોરબંદર બીચ અને મિયાની બીચની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પોરબંદરના પકવાનની વાત કરવામાં આવે તો અહીં તમે પંજાબી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ ફૂડની મજા લઇ શકો છો. જો તમે લોકલ ફૂડ ટ્રાય કરવા ઇચ્છો તો ઢોકળા, ખાંડવી, થેપલા, બાસુંદી, ઘેવર, શ્રીખંડને ટ્રાય કરી શકો છો. આ સિવાય ફાફડા, કચોરી, થેપલા, ખાંડવી, ઢેબરા, ગાંઠિયા, હાંડવો અને અહીં સલાડ, પુરી, અથાણું અને પાપડના પ્યોર ગુજરાતી ફૂડ પણ મળે છે. તેના કારણે ટૂરિસ્ટને કોઇપણ પ્રકારની મુસીબતનો અનુભવ કરવો પડતો નથી.

Next Story
Share it