Connect Gujarat
ટ્રાવેલ 

એર ઈન્ડિયાએ એરબસ A350 એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય લીધો, આવતા વર્ષે માર્ચ સુધીમાં ડિલિવરી કરાશે

ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ A350 એરક્રાફ્ટ માટે સોદો કરવાનો નિર્ણય કર્યો છે. જેની ડિલિવરી આવતા વર્ષે માર્ચ સુધીમાં કરવામાં આવશે.

એર ઈન્ડિયાએ એરબસ A350 એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય લીધો, આવતા વર્ષે માર્ચ સુધીમાં ડિલિવરી કરાશે
X

ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ A350 એરક્રાફ્ટ માટે સોદો કરવાનો નિર્ણય કર્યો છે. જેની ડિલિવરી આવતા વર્ષે માર્ચ સુધીમાં કરવામાં આવશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે કેટલા એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. એર ઈન્ડિયાએ 2006 પછી એક પણ એરક્રાફ્ટ ડીલ કરી નથી. 2006માં તેણે યુરોપિયન એરક્રાફ્ટ ઉત્પાદક એરબસ પાસેથી 111 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો.

એરબસ A350 જેવી વિશાળ બોડી ધરાવતા પ્લેનની ફ્યુઅલ ટેન્ક ઘણી મોટી છે. આનાથી ભારત અને અમેરિકા વચ્ચેના લાંબા અંતરને કવર કરી શકાય છે. 27 જાન્યુઆરીના રોજ, ટાટા ગ્રુપે એર ઈન્ડિયા પર નિયંત્રણ મેળવ્યું. જણાવી દઈએ કે ગયા વર્ષે 8 ઓક્ટોબરે એરલાઈને બિડિંગ જીતી હતી. બુધવારના રોજ, સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ વરિષ્ઠ પાઈલટ્સને પૂછવાનું શરૂ કર્યું કે શું તેઓ A350 એરક્રાફ્ટ ઉડાવવામાં રસ ધરાવે છે. એર ઈન્ડિયાના પાઈલટ્સને આ બોઈંગ એરક્રાફ્ટ ઉડાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. તેથી તેમને કન્વર્ઝન ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે જેથી તેઓ એરબસના A350 એરક્રાફ્ટનું સંચાલન કરી શકે. એર ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, એરલાઈન્સ પાસે આવા કુલ 49 એરક્રાફ્ટ (વાઈડ બોડીડ) છે.

Next Story