Connect Gujarat
ટ્રાવેલ 

તમે વિકેન્ડમાં કાર લઈને પોળો ફોરેસ્ટ જવાનું વિચારતા હોય તો જાણી લેજો આ નિયમ, નહીં તો ભરવો પડશે દંડ

તમે વિકેન્ડમાં કાર લઈને પોળો ફોરેસ્ટ જવાનું વિચારતા હોય તો જાણી લેજો આ નિયમ, નહીં તો ભરવો પડશે દંડ
X

જો તમે ફરવાના શોખીન છો અને અને વિકએન્ડમાં તેમ સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ ફરવા જવાનું વિચારતાં હોવ તો થોભી જાવ અને આ નિયમો જાણી લો નહીંતર તમારી વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

Polo Forest. જેમાં આગામી 1લી એપ્રિલ સુધી ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ ભારે વાહનો ફોરેસ્ટ નાકાથી બહાર પાર્ક કરવાના રહેશે.

અને જો જાહેરનામાનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પોળો ફોરેસ્ટને લઈ જિલ્લા કલેક્ટરે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યુ હતું. જેમાં ફોરેસ્ટમાં પ્રદુષણ અટકાવવા તથા પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા માટે જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

એટલે કે આ જગ્યાએ જો તમે ગયા તો તમારે પ્લાસ્ટિકની કોઇ પણ વસ્તુ લઇ જઇ શકશો નહી. જંગલમાં પ્લાસ્ટિકનો કચરો ફેલાય નહી તે માટે જિલ્લા કલેક્ટરે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધો છે.પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે વિવિધ પ્રકારના નિમયો પણ જાહેર કરવામાં આવ્યાં છે. જો કોઈપણ પ્રવાસીઓ જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરતાં કસૂરવાર જણાશે તો તેના વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Next Story