હિમાચલના હિલ સ્ટેશનની અનુભૂતિ કરાવતા ગુજરાતના નાનકડા ગામમાં સહેલાણીઓ પર પ્રતિબંધ

ગુજરાત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહી જેટલો લાંબો દરિયો છે, તેટલો જ સમૃદ્ધ ઈતિહાસ અને ભૌગૌલિક ભૂમિ છે. પ્રવાસનની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતના ખૂણે ખૂણે એવા સ્થળો આવેલા છે જેનો કોઈ જોટો જડે એવો નથી. જ્યા બારેમાસ પ્રવાસીઓ આવતા રહે છે. ગુજરાતનો નર્મદા જિલ્લો પણ સુંદરતાથી ભરપૂર છે. જ્યાં ચોમાસામાં સોળે કળાથી સૌંદર્ય ખીલી ઉઠે છે. ચોમાસામાં નર્મદા જિલ્લામા આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. આવામાં નર્મદા જિલ્લામાં એક ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનુ બોર્ડ મરાયું છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં માંડણ ગામ આવેલું છે. આ ગામ એટલે હિલ સ્ટેશન જ સમજો. ગામડામાં પહાડો વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલેલુ છે. જેમાં ચોમાસામાં તો વાત જ કંઈ અલગ બની જાય છે. આવામાં માંડણ ગામમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. પંરતુ આ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના બની છે. એકા એક માંડણ ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારવામાં આવ્યું છે. જોકે, આ બોર્ડ કોણે માર્યું છે તે માલૂમ પડ્યુ નથી. પરંતુ આ બોર્ડના લગાવવાથી સરકારી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
જોકે, બોર્ડમાં ઉલ્લેખ કરાયો છે કે, માંડણ (ગાડીત) ગામ કરજણ જળાશયનો સંપાદિત વિસ્તાર છે અને વન વિભાગનો વિસ્તાર છે. જેથી પ્રવાસીઓએ પોતાનું વાહન આ ગામમાં લઈ આવવું નહિ. પર્યટક સ્થળ બાબતે કોઈ કાયદાકીય મંજૂરી મળી નથી. જેથી કોઈ પણ વ્યક્તિએ પોતાની નાવડી પ્રવાસીઓના હેરફેર માટે ઉપયોગ કરવી નહિ તથા કોઈ પણ પ્રવાસી પાસે આ બાબતે ફી લેવી નહિ. સાથે સાથે પાર્કિંગ ફી પણ કોઈએ ઉઘરાવવી નહિ. આ સૂચનાઓનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાંત અધિકારી કે. ડી. ભગતે જણાવ્યું હતું કે આ બોર્ડ અમે માર્યું નથી, ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ બોર્ડ માર્યું કોણે હશે. તાજેતરમા જ માંડણ ગામ અને સરકારી અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. માંડણ ગામ દ્વારા પ્રવાસીઓ પાસેથી વાહનનો ચાર્જ વસૂલાતો હતો. ત્યારે પ્રવાસીઓ પાસેથી કરાતી આ ઉઘાડી લૂંટ વિશે સરકારી અધિકારીઓએ ઉધડો લીધો હતો. તેમજ ફી ન ઉઘરાવવા સૂચના આપતા હાજર સરકારી અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક ટપા ટપી પણ થઈ હતી. આ બાદ અચાનક જ ગામમાં પ્રવાસીઓના પ્રતિબંધ મામલે બોર્ડ લગાવાયું છે. આ કારણે અહી આવાનારા પ્રવાસીઓ પણ અટવાયા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની...
19 May 2022 1:19 PM GMTવલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને ...
19 May 2022 1:09 PM GMTઅંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMT