Connect Gujarat
ટ્રાવેલ 

યાત્રી કૃપયા ધ્યાન આપો: મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને હૈદરાબાદ જતી 32 ટ્રેનો રદ થશે,વાંચો લિસ્ટ

જુલાઈ મહિનામાં ઝાંસીથી મધ્યપ્રદેશ, ગુજરાત, મુંબઈ અને હૈદરાબાદ જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે મુસાફરી કરવી થોડી મુશ્કેલ હશે.

યાત્રી કૃપયા ધ્યાન આપો: મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને હૈદરાબાદ જતી 32 ટ્રેનો રદ થશે,વાંચો લિસ્ટ
X

જુલાઈ મહિનામાં ઝાંસીથી મધ્યપ્રદેશ, ગુજરાત, મુંબઈ અને હૈદરાબાદ જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે મુસાફરી કરવી થોડી મુશ્કેલ હશે. વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી રેલવે સ્ટેશન પરથી પસાર થતી 32 ટ્રેન 15 મી જુલાઈ સુધી રદ રહેશે. આ તમામ ટ્રેનો મધ્ય પ્રદેશ, ગુજરાતના કેટલાક જિલ્લા, મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે દોડે છે.

ઉલ્લેખનીય છે કે, કાનપુર જિલ્લાના ભીમસેન, ગોપામાઉ, રસુલપુર અને પમા રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રેક ડબલિંગમાં ઇન્ટરલોકિંગ ન હોવાના કારણે આ ટ્રેનોને રદ કરવામાં આવી છે જેને કારણે રેલવેમાં મુસાફરી કરતા યાત્રિકોને મુશ્કેલી પડી શકે છે જે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તેમાં મુખ્ય 1. ટ્રેન નંબર 01051, લોકમાન્ય તિલક ટર્મિનલ-મૌ સાપ્તાહિક, 30.06.2022 ના રોજ રદ થશે.2. ટ્રેન નંબર 01052, મૌ-લોકમાન્ય તિલક ટર્મિનલ વીકલી, 02.07.2022 ના રોજ રદ થશે.3. ટ્રેન નંબર 15102, લોકમાન્ય તિલક ટર્મિનલ-છાપરા સાપ્તાહિક, 07.07.2022 અને 14.07.2022 ના રોજ રદ થશે.4. ટ્રેન નંબર 15101, છપરા- લોકમાન્ય તિલક ટર્મિનલ સાપ્તાહિક 05.07.2022 અને 12.07.2022 ના રોજ રદ કરવામાં આવશે.5. ટ્રેન નંબર 22122, લખનૌ- લોકમાન્ય તિલક ટર્મિનલ સાપ્તાહિક, 10.07.2022 ના રોજ રદ કરવામાં આવશે.6. ટ્રેન નંબર 22121, લોકમાન્ય તિલક ટર્મિનલ – લખનૌ વીકલી, 09.07.2022 ના રોજ રદ થશે.કુલ 32 ટ્રેનો આગામી 15 જુલાઈ સુધી રદ્દ રહેશે

Next Story