Connect Gujarat
ટ્રાવેલ 

શતાબ્દી અને વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને કંટાળો નહીં આવે, રેલ્વેએ મનોરંજન માટે કરી ખાસ વ્યવસ્થા

શતાબ્દી અને વંદે ભારત ટ્રેનના મુસાફરો ટૂંક સમયમાં તેમની ટ્રેનની મુસાફરી દરમિયાન રેડિયો મનોરંજનનો આનંદ માણી શકશે.

શતાબ્દી અને વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને કંટાળો નહીં આવે, રેલ્વેએ મનોરંજન માટે કરી ખાસ વ્યવસ્થા
X

શતાબ્દી અને વંદે ભારત ટ્રેનના મુસાફરો ટૂંક સમયમાં તેમની ટ્રેનની મુસાફરી દરમિયાન રેડિયો મનોરંજનનો આનંદ માણી શકશે. ભારતીય રેલ્વેએ પ્રવાસ દરમિયાન મુસાફરોના મનોરંજન માટે ખાસ વ્યવસ્થા કરી છે. ઉત્તર રેલવે પેસેન્જર એડ્રેસ સિસ્ટમ દ્વારા ટ્રેનોમાં કસ્ટમાઇઝ મ્યુઝિક એક્સપિરિયન્સ અને આરજે એન્ટરટેઇનમેન્ટ રજૂ કરશે.

આ પહેલનો ઉદ્દેશ વંદે ભારત એક્સપ્રેસ અને શતાબ્દી ટ્રેનોમાં દરેક મુસાફરોને મુસાફરીનો સુખદ અનુભવ આપવાનો છે. ટ્રેનોમાં આવા સંગીતની ઉપલબ્ધતા મુસાફરોને ગમશે. રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુસાફરી સાથે સંગીત એ શ્રેષ્ઠ સંયોજન છે અને મુસાફરીમાં સારા મૂડની શક્યતાઓને વધારે છે." એક અધિકૃત રીલીઝ મુજબ, ઉત્તર રેલ્વેએ ટ્રેનોમાં મુસાફરોને સંપૂર્ણ મનોરંજન અને દિલ્હી ડિવિઝનની તમામ શતાબ્દી અને વંદે ભારત ટ્રેનોમાં રેડિયો સેવા દ્વારા મુસાફરી કરતા શહેરો વિશેનો અનુભવ આપવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે.


હવે જ્યારે મુસાફરો શતાબ્દી અથવા વંદે ભારત ટ્રેનમાં દિલ્હી, લખનૌ, ભોપાલ, ચંદીગઢ, અમૃતસર, અજમેર, દેહરાદૂન, કાનપુર, વારાણસી, કટરા અને કાઠગોદામ જશે, ત્યારે તેમનું રેડિયો સંગીત સાથે સ્વાગત કરવામાં આવશે. મનોરંજન/રેલ્વેની માહિતી અને વ્યાપારી જાહેરાતો 50 મિનિટ: 10 મિનિટના ગુણોત્તરમાં મુસાફરીના સમય દરમિયાન કલાકના ધોરણે આપવામાં આવશે. આ સાથે રેલવેને વાર્ષિક રૂ. 43.20 લાખની આવક થશે. વંદે ભારત ટ્રેન અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઈ-ફાઈ, જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, સુંદર ઈન્ટીરીયર ડેકોરેશન, વેક્યુમ ટોઈલેટ, એલઈડી લાઈટ, દરેક સીટની નીચે ચાર્જીંગ પોઈન્ટ, દરેક સીટની નીચે રીડીંગ લાઈટ, ઈન્ટેલિજન્ટ એર કન્ડીશનીંગ સીસ્ટમ, દિવ્યાંગો માટે વ્હીલ ચેરની સુવિધાઓ છે. જેમ કે ટ્રેનમાં ચઢવા માટે પ્રવેશ, તેમના માટે અલગ શૌચાલય, સીસીટીવી, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર.

Next Story