Connect Gujarat
ટ્રાવેલ 

સાઉદી અરબ સરકારનો નિર્ણય, હવેથી વિઝા એપ્લાય કરતી વખતે નહીં કરવી પડે આ પ્રક્રિયા..!

હવે ભારતીય લોકોને સાઉદી અરબીયા જવા માટે વિઝા માટે અરજી કરતી વખતે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર નહીં પડે.

સાઉદી અરબ સરકારનો નિર્ણય, હવેથી વિઝા એપ્લાય કરતી વખતે નહીં કરવી પડે આ પ્રક્રિયા..!
X

સાઉદી અરબ સરકાર ભારતીયોને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે ભારતીય લોકોને સાઉદી અરબીયા જવા માટે વિઝા માટે અરજી કરતી વખતે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. નવી દિલ્હીમાં સાઉદી અરેબિયન એમ્બેસી અનુસાર સાઉદી જવા માટે વિઝા મેળવતી વખતે કોઈપણ વ્યક્તિ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત નથી.


સાઉદી અરેબિયાના દૂતાવાસે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, સાઉદી આરબ અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને કિંગડમ ભારતીય નાગરિકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પીસીસી) સબમિટ કરવાથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે, નિવેદનમાં સાઉદી અરેબિયામાં શાંતિપૂર્ણ રીતે રહેતા 20 લાખથી વધુ ભારતીય નાગરિકોના યોગદાનની પણ દૂતાવાસ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. સાઉદી સરકારના આ નિર્ણયને ભારત સરકારે આવકાર્યો છે. સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસ કહ્યું કે, સાઉદી સરકારના આ નિર્ણયથી રાજ્યમાં રહેતા 20 લાખથી વધુ ભારતીયોને રાહત મળશે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને સાઉદી આરબ વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. ખાસ કરીને મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બન્યા બાદ સાઉદી અરેબિયા ઝુકાવ ભારત તરફ વધતો જોવા મળી રહ્યો છે.

Next Story