Connect Gujarat
ગુજરાત

સુરતઃ બાઈક સવાર દંપત્તી ઉપર પડ્યું વૃક્ષ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતઃ બાઈક સવાર દંપત્તી ઉપર પડ્યું વૃક્ષ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
X

દંપત્તીને ઈજાના પગલે સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.

સુરત શહેરના ભટાર વિસ્તારનાં આવેલા આર્શિવાદ પેલેસ નજીક રોડ પર સુકાયેલા વૃક્ષને કાપવાની કામગીરી પાલિકાની ટીમ દ્વારા ચાલી રહી હતી. દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પૈકી એક વૃક્ષ દંપત્તી પર પડતા દંપત્તીને ઈજા પહોંચી હતી. બનાવ અંગેનો સમગ્ર વીડીયો સીસીટીવી કમેરેમાં કેદ થયો હતો. સદનશીબે કોઈ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ભરચર એવા ખટોદરા વિસ્તારમાં આર્શીવાદ પેલેસ આવેલ છે. પેલેસની નજીક રોડની બાજુમાં સુકાયેલા વૃક્ષ છે. સુકાયેલા વૃક્ષને પાલિકાની ગાર્ડન ખાતાના અધિકારી અને કર્માચારીઓ દ્વારા વૃક્ષ કાપી રહ્યા હતાં. પાલિકા દ્વારા કોઈ પણ જાતની ચેતવણી કે માનવ સાંકળ વિના SMC ના ગાર્ડન ખાતુ વૃક્ષ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન રસ્તા પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતાં. વૃક્ષ ઉતારતી વેળા રસ્તા પરથી બાઈક પર પસાર થઈ રહેલા દંપત્તી પર વૃક્ષ પડતા દંપત્તીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત દંપત્તીને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા વૃક્ષ ઉતારવાની કામગીરી સમયે રસ્તા પરથી કોઈ પણ જાતની સૂચના કે જાહેરાત આપ્યા વગર રસ્તા પસાર થતા વાહનચાલકો માટે રસ્તો બંધ કરી દેવો જોઈએ કે જેથી કોઈ નિદોર્ષ વાહનચાલકો આ રીતે ભોગ ન બને તેમ શહેરીજનોમાં ચર્ચાએ જોર પકડયું છે.

Next Story