Connect Gujarat

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પે સંદેશામાં લખ્યું : To my great Friend Prime Minister Modi

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પે સંદેશામાં લખ્યું : To my great Friend Prime Minister Modi
X

અમદાવાદના સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાતે સોમવારના રોજ વિશ્વની મહાસત્તાઓ પૈકી એક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પધાર્યા હતાં. તેમની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયાં હતાં.

અમદાવાદના એરપોર્ટથી નીકળી અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સવારી સાબરમતી આશ્રમ પહોંચી હતી. મહાત્મા ગાંધીજીની જીવન શૈલીનો વડાપ્રધાન મોદીએ પરિચય કરાવ્યો હતો. આશ્રમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ પરિવારે ગાંધીજીના ચરખાને ચલાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં ગાંધીજીના ત્રણ વાનર સેનાના પણ દર્શન કર્યા હતાં. ગાંધી આશ્રમની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્રમની વિઝીટર બુકમાં પોતાનો સંદેશો લખ્યો હતો. જેમાં તેમણે આ મુલાકાત બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કર્યો હતો.

Next Story
Share it