Connect Gujarat
ગુજરાત

ટ્રમ્પનું બેવડું વર્તન : કહ્યું, ભારતનો વ્યવહાર અમારા સાથે ખરાબ પણ વડાપ્રધાન મોદી છે પસંદ

ટ્રમ્પનું બેવડું વર્તન : કહ્યું, ભારતનો વ્યવહાર અમારા સાથે ખરાબ પણ વડાપ્રધાન મોદી છે પસંદ
X

અમેરિકન રાસ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા

પર 24 ફેબ્રુઆરીના રોજ આવવાના છે તે પહેલા આપ્યું તેમનું મંતવ્ય. તેમણે અમદાવાદ

મોટેરા સ્ટેડિયમને લઈને આપ્યું નિવેદન.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસને લઇને કહ્યું, ભારતે અમારી સાથે સારો વ્યવહાર કર્યો નથી પરંતુ હું પીએમ નરેન્દ્ર મોદીને પસંદ કરુ છું. પીએમ મોદીએ કહ્યું કે એરપોર્ટથી ઇવેન્ટ કાર્યક્રમ સુધી 7 મિલિયન (70 લાખ) લોકો હશે. અને જે સ્ટેડિયમ છે, જે હજી બની રહ્યું છે પરંતું આ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સ્ટેડિયમથી એરપોર્ટ સુધી જો 70 લાખ લોકો હશે, તો આ શાનદર રહેશે, આશા છે કે તમને પણ મજા આવશે.

https://twitter.com/ConnectGujarat/status/1229971397088141313?s=20

મળેલ માહિતી અનુસાર 24 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ

ટ્રમ્પ ભારત આવશે, પહેલા તેઓ અમદાવાદ આવશે. એરપોર્ટથી

સાબરમતી આશ્રમ સુધી એક રોડ શોનું આયોજન થશે, ત્યારબાદ

વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી આશ્રમ મહાત્મા

ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે. અમદાવાદમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમનું

ઉદ્ધાટન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. જ્યાં નમસ્તે ટ્રમ્પ નામનો એક

કાર્યક્રમ યોજાશે.

Next Story