Connect Gujarat
દુનિયા

ટ્રમ્પની ગર્જના : મારા રાષ્ટ્રપતિ રહેતા ઈરાન નહીં હાંસિલ કરી શકે પરમાણુ હથિયાર

ટ્રમ્પની ગર્જના : મારા રાષ્ટ્રપતિ રહેતા ઈરાન નહીં હાંસિલ કરી શકે પરમાણુ હથિયાર
X

ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે

રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે ઈરાનને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી હું

રાષ્ટ્રપતિ છુ ત્યાં સુધી ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવી શકશે નહીં.

ઈરાન તરફથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે

બુધવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે ઈરાનને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી

હું રાષ્ટ્રપતિ રહીશત્યાં સુધી ઈરાન પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત નહીં કરી શકે. તેમણે કહ્યું કે ઈરાનના અસ્થિર રાષ્ટ્ર હોવાના દિવસો પૂરા થઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં એક

પણ અમેરિકન મૃત્યુ પામ્યો નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનનું હવે પતન થઈ રહ્યું છે, જે વિશ્વ માટે ખૂબ સારું છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાની મહત્વાકાંક્ષા

છોડી દેવી પડશે. ઈરાને આતંકવાદનું સમર્થન છોડવું પડશે. અમે ઈરાન સાથે એવો કરાર કરવાનો પ્રયત્ન કરીશું કે જે વિશ્વને

શાંતિ તરફ દોરી શકે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન એક સારો દેશ બની શકે છે. જ્યાં

સુધી ઇરાનમાં હિંસા ચાલુ રહેશે ત્યાં સુધી મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા

સ્થાપિત થઈ શકશે નહીં. વિશ્વને એક થવું પડશે અને ઈરાન સામે સંદેશ આપવો પડશે કે

ઈરાન તરફથી ચલાવવામાં આવતા આતંક અભિયાનને આગળ વધવા પરવાનગી નહીં આપવામાં આવે.

મધ્ય પૂર્વમાં નાટોની ભૂમિકા વધારવાની જરૂર છે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મધ્ય પૂર્વમાં નાટોની ભૂમિકા વધારવાની જરૂર છે. જનરલ કાસિમ સુલેમાની આખી

દુનિયામાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ ઉભી કરી રહ્યો હતો. તેના પ્રયત્નોમાં આપણા હજારો

સૈનિકો માર્યા ગયા છે. ઈરાન અમને મદદ કરવાને બદલે અમેરિકાના મોતની માંગ કરી રહ્યો

હતો. ઈરાન આતંકના માર્ગે આગળ વધ્યું છે અને પરમાણુ કરાર દ્વારા સમગ્ર વિસ્તારને

નર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Next Story