Connect Gujarat
Featured

અંકલેશ્વર : હાર અને જીતની કશ્મકસ, ઉમેદવારોના "ભાવિ"નો મંગળવારે ફેંસલો

અંકલેશ્વર : હાર અને જીતની કશ્મકસ, ઉમેદવારોના ભાવિનો મંગળવારે ફેંસલો
X

રાજ્યભરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પચાયતના ઉમેદવારોના ભાવિનો મંગળવારના રોજ ફેંસલો થશે. મંગળવારે થનારી મત ગણતરી પહેલાં ઉમેદવારોની સાથે અન્ય લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે ત્યારે નિહાળો અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા સ્કુલ ખાતે બનાવાયેલાં સ્ટ્રોંગરૂમ ખાતે કેવો માહોલ છે.

અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમાં આવતી બેઠકો માટે રવિવારના રોજ મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યે મતદાન પુર્ણ થયાં બાદ તમામ ઇવીએમને સીલ કરી અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇવીએમને રાખવામાં આવ્યાં છે. મંગળવારના રોજ સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. અત્યારે આ સ્ટ્રોંગ રૂમમાં બહારથી સીલ કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટ્રોંગરૂમની ફરતે એસઆરપીએફના જવાનોનો પહેરો મુકી દેવાયો છે. અહીં રાખવામાં આવેલાં ઇવીએમમાં 34 બેઠકોના એક હજાર કરતાં વધુ ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયાં છે. ઇવીએમની સુરક્ષા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી છે.

ઈ. એન. જીનવાળા હાઈસ્કૂલની બહાર પણ પોલીસ બંદોબસ્ત મુકવામા આવ્યો છે. ત્યાં આવતીકાલે માટે ગણતરી થવાની તેને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવાં આવી છે. અને બહારની સાઈડ મેદાનમાં ટેન્ટ ને બાંધવાની કામગીરી પણ ચાલી રહી હતી. આવતીકાલે મતગણતરી બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળશે. વિજયી ઉમેદવારોના સરઘસ નીકળશે જયારે હારેલા ઉમેદવારો મતગણતરી કક્ષ છોડીને ચાલ્યાં જશે. વિજયી સરઘસ વેળા પણ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસે તકેદારીના તમામ પગલાં ભર્યા છે.

Next Story