પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ

0
70

પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ તેઓ તેમના પત્ની સાથે સ્કોટલેન્ડમાં સારવાર કરાવી રહયાં છે.

સમગ્ર વિશ્વને હવે કોરોના વાયરસ ભરડો લઇ રહયો છે હવે તેમાંથી રાજવી પરિવારો પણ બાકાત રહયાં નથી. કવીન એલીઝાબેથના પુત્ર અનુ પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે જાણીતા પ્રિન્સ ચાર્લ્સનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પ્રિન્સ ચાર્લ્સના પોઝીટીવ રીપોર્ટ બાદ તેમના પત્ની પણ સ્વૈચ્છિક રીતે કવોરન્ટાઇનમાં ચાલ્યાં ગયાં છે.

કોરોના વાયરસના ફેલાવા બાદ તેમણે જ હસ્તધુનનના બદલે વૈશ્વિક નેતાઓને નમસ્તે કરવાની પરંપરા શીખવાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ સમગ્ર બ્રિટનમાં ત્રણ સપ્તાહ માટે લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનમાં લોકડાઉન વચ્ચે સૌથી મોટા સમાચાર રાજવી પરિવારમાંથી આવ્યાં છે. 71 વર્ષની ઉમંર ધરાવતાં પ્રિન્સ ચાર્લ્સ ખુદ કોરોના વાયરસના અસરગ્રસ્ત બન્યાં છે ત્યારે હવે તેમના પરિવારના આરોગ્યની તપાસ થવી જરૂરી છે. હાલ તો સમગ્ર વિશ્વની નજર બ્રિટનના રાજવી પરિવાર પર રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here