Connect Gujarat
Featured

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમન આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી  નિર્મલા સિતારમન આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરશે
X

કયા કયા મુદ્દાઓ પર રહેશે નજર

કોરોના કાળમાં બેરોજગારી, વાયરસ, વેક્સિન, ચીન, ખેડૂત આંદોલન, મોંઘવારી, કૃષિ કાયદા વિવાદ સહિત અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. એવામાં ગૃહિણીઓથી લઈને ખેડૂતને પણ આ બજેટથી અનેક આશાઓ છે. એલપીજી ગેસ, મોંઘવારી અને ટેક્સ સ્લેબને લઈને નોકરિયાતોને અનેક નવા અવસર મળે તેવી પણ બજેટથી આશાઓ રાખવામાં આવી રહી છે.

કોરોનામાં ઘણાની નોકરીઓ છીનવાઈ છે તો અનેકની સેલેરી ઘટી છે. મિડલ ક્લાસ આ વાતને લઈને પરેશાન છે. સરકારે જે વલગભગ 30 લાખ કરોડનું પેકેજ આપ્યું હતું તેમાં મિડલ ક્લાસ માટે કંઈ ખાસ હતું નહીં હવે મિડલ ક્લાસને આ બજેટથી જ આશા છે.

બજેટ 2021 માં ટેક્સ છૂટ પર રહેશે નજર

અનેક વર્ષોથી માંગ ચાલી રહી છે કે બેઝિક ટેક્સ છૂટ સીમા 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપયા કરવી. મોદી સરકારે વર્ષ 2019-20માં 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક માટે 12500 રૂપિયાની વિશેષ છૂટ આપી અને સાથે 5 લાખ રૂપિયા સુધીની આવકને કર મુક્ત કરવાની કોશિશ કરી પણ સ્થાયી રીતે 5 લાખની આવકને કરમુક્ત કરાય તેવી માંગ થઈ રહી છે.

વેપારીઓને રાહત મળી શકવાની છે આશા

વેપારી સંગઠને કહ્યું છે કે હાલમાં વેપારી નાણાંકીય સંકટમાં છે. બજેટમાં વેપારીઓને બેંક અને નાણાં સંસ્થાઓથી ઓછું વ્યાજ તથા સરળ વ્યાજ પર સરળ શરતો પર કારોબાર કરવાનું ધન મળે. સાથે માંગ કરાઈ છે કે એક નેશનલ ટ્રેડ પોલિસી ફોર રિટેલ ટ્રેડ, ઈ કોમર્સ પોલિસી અને ઈ કોમર્સ રેગુલેટરી ઓથોરિટી તૈયાર કરાય અને વીડીએસ જાહેર કરાય.

Next Story