Connect Gujarat
Featured

કોરોના વેક્સિનને લઇને કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનની મોટી જાહેરાતઃ દેશમાં તમામ લોકોને ફ્રીમાં વેક્સિન મળશે

કોરોના વેક્સિનને લઇને કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનની મોટી જાહેરાતઃ દેશમાં તમામ લોકોને ફ્રીમાં વેક્સિન મળશે
X

કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને સરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલીયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં ફ્રીમાં લગાડવામાં આવશે.

કોરોના વેક્સિનેશનના સંદર્ભમાં શનિવારના રોજથી પસંદગી કરાયેલ રાજ્ય અને શહેરોમાં ડ્રાય રન શરૂ કરવામાં આવી છે, કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને દેશમાં તમામ લોકોને ફ્રીમાં વેક્સિન મળશે તેવી જાહેરાત કરી છે. વધુમાં દેશભરમાં મોટા ભાગના અગ્રિમ લાભાર્થીઓને વેક્સિન પૂરી પાડવામાં આવશે જેમાં 1 કરોડ આરોગ્યકર્મી અને 2 કરોડ ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ થાય છે. જુલાઈ સુધીમાં વધુ 27 કરોડ પ્રાધાન્યતા લાભાર્થીઓને કેવી રીતે રસી આપવામાં આવશે તેની વિગતોને આખરી ઓપ અપાય રહ્યો છે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને ટ્વિટર માધ્યમથી જણાવ્યુ.

https://twitter.com/i/status/1345265266767237120

Next Story