Connect Gujarat
ગુજરાત

યુપીના ભદોલીથી મુંબઈ લાલબાગના રાજાના દર્શન માટે યુવાને કરી સાયકલ યાત્રા

યુપીના ભદોલીથી મુંબઈ લાલબાગના રાજાના દર્શન માટે યુવાને કરી સાયકલ યાત્રા
X

ગણપતિ ઉત્સવને મનાવવા માટે હાલ સમગ્ર ભારતભરમાં ઉત્સાહ છે., આસ્થાની સાથે સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડી શકાય એવા હેતુ થી ઉત્તર પ્રદેશના એક યુવાને યુપીના ભદોલી જિલ્લાથી મુંબઈ સાયકલ દ્વારા પ્રવાસ કરી લાલબાગના રાજાના દર્શન માટે નીકળ્યો છે આ યુવાન જળ બચાવોના અભિગમ સાથે આ લાંબી સાયકલ યાત્રા કરી રહ્યો છે.

દુંદાળા દેવ ગણપતિને આવકારવા લોકો થનગની રહ્યા છે દર વર્ષે ગણપતિ ઉત્સવમાં લોકો અલગ અલગ થીમ દ્વારા સમાજને એક સંદેશ આપતા હોય છે ત્યારે હમણાં સોસીયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં યુપીના ભદોલીથી એક યુવાન સાયકલ મારફતે મુંબઈ લાલ બાગના રાજાના દર્શન કરવા નીકળ્યો છે આ સાયકલ યાત્રા દ્વારા ગોવિંદ યાદવ નામનો યુવાન જળ બચાવોના સૂત્ર સાથે પ્રવાસ કરી રહ્યો છે, ગોવિંદ આ વાયરલ વીડિયોમાં જણાવે છે કે "દેશમાં જળ સંકટથી ઘણું નુકશાન થઇ શકે છે અને આ એક ગંભીર મુદ્દો છે આથી હું લોકોને જાગૃત કરવા માટે સાયકલ યાત્રા થકી મુંબઈના વિઘ્નહર્તા લાલ બાગના રાજાના દર્શન કરવા નીકળ્યો છું "

Next Story