Connect Gujarat
દેશ

યુપી : મહિલાનો આરોપ, ભાજપના ધારાસભ્ય અને પરિવારે મહિનાઓ સુધી કર્યો રેપ

યુપી : મહિલાનો આરોપ, ભાજપના ધારાસભ્ય અને પરિવારે મહિનાઓ સુધી કર્યો રેપ
X

ભદોહી: ઉત્તર પ્રદેશના ભદોહીથી એક સનસનાટીભર્યો કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક વિધવા મહિલાએ ભદોહીના ભાજપના ધારાસભ્ય રવિન્દ્ર નાથ ત્રિપાઠી અને તેના પરિવાર પર ઘણા દિવસો સુધી બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જોકે, રવીન્દ્ર નાથ ત્રિપાઠીએ આ સમગ્ર મામલાને રાજકીય ષડયંત્ર અને બનાવટી ગણાવ્યા છે. મામલો પ્રકાશમાં આવ્યા બાદ એસપીએ તપાસના આદેશ આપ્યા છે.

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, "ધારાસભ્યના ભત્રીજા સંદિપ તિવારીએ લગ્નની લાલચ આપી તેની સાથે 2014 માં મેળાપીપણો વધાર્યો, ત્યારબાદ તેણે 2016 માં વારાણસીની એક હોટલમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સિલસિલો સતત ચાર વર્ષ સુધી ચાલુ રહ્યો. બાદમાં ભાજપના ધારાસભ્ય, તેના પુત્રો અને ભત્રીજાઓએ એક બાદ એક મારી પર બળાત્કાર ગુજાર્યો હતો. "પીડિતાએ ભાજપના ધારાસભ્ય અને તેના પરિવાર પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ આખો મામલો બનાવટી - ભાજપના ધારાસભ્ય

ભાજપના ધારાસભ્ય રવિન્દ્ર નાથ ત્રિપાઠીએ મહિલાના આરોપો પર કહ્યું છે કે, આ આખો મામલો નકલી છે. જો આરોપોમાં સત્ય મળી આવે તો તેમનો આખો પરિવાર ફાંસી પર ચઢવા તૈયાર છે. "આ કેસમાં જે તસવીરો અને વીડિયો બહાર આવ્યા છે તે એકદમ બનાવટી છે." અમારી માંગ છે કે આ મામલાની તપાસ સીબીઆઈ અથવા યુપી સરકારની કોઈ ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવે. "ધારાસભ્યએ જ્ઞાનપુર બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય બાહુબલી વિજય મિશ્રા પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

Next Story