Connect Gujarat
ગુજરાત

UPSCનું પરિણામ જાહેર,દિલ્હીની 22 વર્ષિય યુવતીએ ટોપ કર્યું

UPSCનું પરિણામ જાહેર,દિલ્હીની 22 વર્ષિય યુવતીએ ટોપ કર્યું
X

ગુજરાત માંથી 25 વર્ષ બાદ મેથ્સ વિષય સાથે મહેસાણાની યુવતીએ પ્રથમ પ્રયાસમાં UPSC પાસ કરી

દેશની પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસિસ માટેની યુપીએસસી 2015 પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીની 22 વર્ષિય ટીના ડાબીએ તેના પ્રથમ પ્રયત્નમાં ટોપ કર્યું છે.

બીજા નંબરે જમ્મુ-કાશ્મિરનો યુવક અખ્તર આમિર ઉલ શફી ખાન છે. જ્યારે ત્રીજા ક્રમાંકે પણ દિલ્હીના યુવાન જસમિત સિંગે બાજી મારતા ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સિવિલ સર્વિસિસની પરિક્ષા પાસ કરનાર ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા. જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હીની ટીના ડાબીને યુપીએસસીમાં ટોપ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

9ed737e2-24e2-412e-8324-223a7648a251

દેશની આ પ્રતિષ્ઠિત પરિક્ષામાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ બેસે છે. જેમાંથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રિટિવ સર્વિસિસ, ઇન્ડિયન ફોરેન સર્વિસિસ અને ઇન્ડિયન પોલીસ સર્વિસિસ સહિત ક્લાસ વન અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે.

આ ઉપરાંત ગુજરાત માટે પણ ગૌરવ રૂપ બાબત છે,જેમાં મહેસાણા ની કોમલ પટેલે ગુજરાત ની સૌથી નાની ઉંમરની UPSC પ્રથમ પ્રયાસે પાસ કરી છે.ગુજરાત માં 25 વર્ષ પછી મેથ્સ વિષય સાથે પ્રથમ પ્રયાસ માં જ પરિક્ષા પાસ કરી છે.અને જોકે કોમલ બીજો પ્રયાસ કરીને સારો રેન્ક લાવવા માંગતી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story