Connect Gujarat
દુનિયા

અમેરિકા : કોરોના વાઇરસ પહોંચ્યો ન્યુયોર્કના ઝૂમાં, ચાર વર્ષની માદા વાઘને કોરોના પોઝિટિવ

અમેરિકા : કોરોના વાઇરસ પહોંચ્યો ન્યુયોર્કના ઝૂમાં, ચાર વર્ષની માદા વાઘને કોરોના પોઝિટિવ
X

દુનિયામાં

વાયુ ઝડપે પ્રસરેલા કોરોના વાઇરસએ વિશ્વના બધાજ દેશોને હંફાવી નાખ્યા છે. વિશ્વની

ટોચની મહાસત્તા ધરાવતો દેશ અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો સૌથી વધુ

છે. એવામાં આખાય વિશ્વને અચંભામાં નાખીદે તેવો કિસ્સો સામે આવ્યો છે.આખાય અમેરિકા

દેશના ન્યુયોર્ક શહેરમાં કોરોના પોઝિટિવનો આંક સૌથી વધુ છે. અને તેમાં આવેલ એક

ઝૂમાં વાઘને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

માણસોમાં

પ્રસરેલો કોરોના હવે ન્યૂયોર્કના ઝૂમાં પહોંચ્યો છે. જ્યાં હવે એક વાઘ કોરોના

પોઝિટિવ જાહેર થયો છે. ઝૂના એક કર્મચારી થકી વાઘમાં પણ કોરોના વાયરસ પહોંચ્યો

છે.કોઈ વાઘ કોરોના પોઝિટિવ થયો હોય તેવો દુનિયાનો આ પહેલો કિસ્સો છે.

મળતી માહિતી અનુસાર ન્યુયોર્કના બ્રોન્ક્સ ઝૂમાં વાઘનો કરવામાં આવ્યો હતો

અને તેમાં તે પોઝિટિવ હોવાનુ બહાર આવતા ઝૂના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા.માદા વાઘની

ઉંમર ચાર વર્ષની છે.આમ તો 1 માર્ચથી ઝૂ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયુ

છે.ઝૂમાં કુલ પાંચ વાઘ અને સિંહને શ્વાસ લેવાની તકલીફ હોવાનુ દેખાયા બાદ નમૂના

લેવાયા હતા.

Next Story