Connect Gujarat
દેશ

અમેરિકા : શિકાગોમાં નવજાત બાળકનું કોરોનાને કારણે થયું મોત

અમેરિકા : શિકાગોમાં નવજાત બાળકનું કોરોનાને કારણે થયું મોત
X

કોરોના વાઇરસે દુનિયા ભરમાં કોહરામ મચાવ્યો છે. આ વાઇરસના 86 વર્ષના સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાને પણ ચપેટમાં લીધા બાદ તેમનું હાલમાં મૃત્યુ નીપજયું હતું. આ વાઇરસ કોઈ પણ ઉમર વાળા વ્યક્તિઓને થઈ શકે છે. દુનિયામાં પ્રથમ વાર અમેરીકામાં એક નવજાત બાળકનું કોરોના વાઇરસના કારણે મોત નીપજયું છે.

કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં પહેલી વખત કોઈ નવજાત

મોતની ઘટના સામે આવી છે. શનિવારે અમેરિકાના શિકાગોમાં આ મહામારીથી સંક્રમિત નવજાત

બાળકે જીવ ગુમાવ્યો છે. જો કે બાળકની વાસ્તવિક ઉંમરનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

સ્વાસ્થ્ય વિભાગે દાવો કર્યો છે કે, દુનિયામાં આ પ્રથમ કેસ છે. પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર જેબી

પિત્ઝકરે જણાવ્યું છે કે, બાળકને 24 કલાક પહેલા કોરોના વાયરસનો ચેપ

લાગ્યો હતો. તેના મોતના સમાચાર સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. બાળકના

મૃત્યુની તપાસ કરવામાં આવી રહી છે. હું જાણું છું કે એક નવજાત બાળકના મોતથી કેટલું

દુ:ખ થાય છે. આ સમગ્ર પરિવાર માટે કપરો સમય છે.

યુએસ હેલ્થ ડિરેક્ટર નેગોજી એજિકે જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી અત્યાર સુધી કોઈપણ

બાળકનું મોત થયા હોવાનું સામે આવ્યું નથી, આ પ્રથમ કેસ છે. ફ્રાન્સના

સ્વાસ્થ્ય અધિકારીએ જેરોમ સોલોમને ગયા અઠાવાડિયે જણાવ્યું હતું કે, પેરિસમાં એક 16 વર્ષની છોકરીનું કોરોના વાયરસથી

મોત થયું હતું.

Next Story