Connect Gujarat
દુનિયા

અમેરિકા: ભારે બર્ફિલા વાવાઝોડાની ચપેટમાં, 11ના મોત; 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ અને હજારો ઘરમાં વીજળી ઠપ્પ

અમેરિકા: ભારે બર્ફિલા વાવાઝોડાની ચપેટમાં, 11ના મોત; 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ અને હજારો ઘરમાં વીજળી ઠપ્પ
X

અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ભારે હિમવર્ષા, વાવાઝોડા અને વરસાદના લીધે પૂર આવવાથી 11 લોકોનું મોત થયું હતું. વાવાઝોડાની સૌથી વધારે અસર ટેક્સાસ, ઓકાહોમા, શિકાગો અને ડલાસ રાજ્યમાં છે. અહીં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ બની ગઇ છે. શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશન પ્રમાણે શિકાગોના બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. બીજી તરફ ઓકાહોમા અને અરકંસાસમાં પૂરના લીધે ઘણા હાઇવે બંધ કરવામાં આવ્યા છે.

ટેક્સાસમાં શનિવારે એક પોલીસ અધિકારી અને એક બચાવકર્મીનું મોત થયું હતું. ઓકાહોમામાં પૂરના પાણીમાં ડૂબવાથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. લુસિયાનામાં એક ઘર પડી જવાથી વૃદ્ધ દંપતિનું મોત થયું હતું જ્યારે લોવામાં એક ટ્રક પલટી જવાથી એક વ્યક્તિનો જીવ ગયો હતો. ટેક્સાસમાં વીજ પુરવઠો ઠપ્પ થવાથી હજારો લોકો તેમનું ઘર છોડીને ઓહિયો જતા રહ્યા હતાં. અલબામામાં લગભગ 85 હજાર લોકો અત્યારે વીજળી વિના રહેવા માટે મજબૂર છે. વાવાઝોડું એટલું તીવ્ર છે કે તેના કારણે મિસૌરી, ઓકાહોમા અને અરકંસાસમાં ઘણા ઝાડ ઉખડી ગયા હતા અને ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું છે.

Next Story