Connect Gujarat
Featured

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનનો મોટો નિર્ણય, પેરિસ જળવાયુ કરારમાં ફરીથી જોડાવવા કર્યા હસ્તાક્ષર

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનનો મોટો નિર્ણય, પેરિસ જળવાયુ કરારમાં ફરીથી જોડાવવા કર્યા હસ્તાક્ષર
X

ડોનાલ્ડ ટ્રમ્પના શાસને લાંબા સમય સુધી ક્લાઈમેટ ચેન્જના નિર્ણયને લઈને મોઢું ફેરવવાનું કામ કર્યું, અમેરિકાએ પેરિસ એગ્રીમેન્ટની સાથે પોતાનું નામ પરત લીધું હતું પણ જો બાયડને આ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા અને સાથે મોટું પગલું ભર્યું છે. આ સિવાય ટ્રમ્પ પ્રશાસને કોરોનામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે નાતો તોડ્યો હતો તે બાયડને ફરીથી જોડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની તરફથી આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

https://twitter.com/POTUS/status/1352072818847068163?s=20

આ મોટા નિર્ણયો સિવાય એક ખાસ વાત એ જોવા મળી કે અમેરિકાની વિદેશનીતિમાં પણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. અહીં અમેરિકી દૂતાવાસે ટ્વિટર હેન્ડલના નામને બદલ્યું છે. પહેલાં તેનું નામ ઈઝરાયલમાં અમેરિકી રાજદૂત હતું હવે તેને બદલીને ઈઝરાયલ, ગાઝા અને વેસ્ટ બેંકમાં અમેરિકી રાજદૂત રખાયું છે. સ્પષ્ટ છે કે ટ્રમ્પ પ્રશાસને પહેલાં ઈઝરાયલી સ્થાનની માન્યતા આપી હતી અને પછી નિઝામ બદલાતા પરિણામ પણ બદલાયું હતું.

જો બાયડને અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા કમલા હૈરિસે પણ ઉપરાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે. જો બાયડને રાષ્ટ્રપતિના રૂપમાં પહેલા ભાષણમાં અમેરિકામાં લોકતંત્રને મજબૂત કરવા અને સાથે રંગભેદને ખતમ કરવા માટે એકસાથે મળીને આગળ વધવાનું આહ્વાહન કર્યું છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જો બાયડનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા નહતા.

Next Story