Connect Gujarat
દુનિયા

ભારત- ચીન વિવાદ પર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન, બોલ્યા- ગતિરોધને લઈ PM મોદીનું મૂડ ઠીક નથી

ભારત- ચીન વિવાદ પર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન, બોલ્યા- ગતિરોધને લઈ PM મોદીનું મૂડ ઠીક નથી
X

ભારત અને ચીન વચ્ચે પાછલા કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ છે. આ દરમિયાન અમેરકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે ચાલી રહેલ તણાવ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે. 14 બિલિયન લોકોની વસ્તીવાળા બહુ તાકાતવર મિલિટ્રી વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે. મેં પીએમ મોદી સાથે વાત કરી છે, ચીન સાથે જે ચાલી રહ્યું છે તેને લઈ મોદીનું મૂડ ઠીક નથી.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

જણાવી દઈએ કે અગાઉ ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તમને જણાવવા માંગું છું કે આ મામલે મેં પ્રધાનમંત્રી સાથે વાત કરી છે, ચીનની સાથે જેવું ચાલી રહ્યું છે તેને લઈ તેમનું મૂડ ઠીક નથી. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે જ્યારે તેમણે મધ્યસ્થતાને લઈ પ્રેસિડેન્ટને સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે મારી મદદ માંગવામાં આવશે તો હું મદદ જરૂર કરીશ.

ભારતે મધ્યસ્થતાની રજૂઆત ઠુકરાવી

પ્રેસડેન્ટ ટ્રમ્પે ભારત-ચીન મામલે મધ્યસ્થતાને લઈ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અમે ભારત-ચીન વચ્ચે ઉભરતા વિવાદમાં મધ્યસ્થતા કરવાનો ફેસલો લીધો છે, જેના માટે અમે તૈયાર છીએ. અમે મધ્યસ્થતાના ઈચ્છુક છીએ અને આના માટે યોગ્ય પણ છે. પરંતુ ભારતે ટ્રમ્પના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ અને ચીન સાથે સંપર્કમાં છીએ

ચીન પર ટ્રમ્પનો હુમલો

અગાઉ ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું હતું કે આખી દુનિયાને ચીને કોરોના વાયરસનો એટલી ખરાબ ભેટ આપી છે અને આ સતત વધી રહી છે, આ બિલકુલ સારું નથી. ચીનમાં કેટલાક નમૂનાઓ કોરોના માટે અન્ય રાજ્યોને દોષ આપી રહયા છે, બલકે ચીનની નાકામીએ જ દુનિયાભરમાં હત્યાઓને અંજામ આપ્યો અને આ ચીની અક્ષમતા સિવાય બીજું કશું જ નથી.

Next Story