Connect Gujarat
ગુજરાત

USAમાં યોજાશે સૌ પ્રથમ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ

USAમાં યોજાશે સૌ પ્રથમ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ
X

આગામી 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન ન્યુજર્સી ખાતે યોજાશે

ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ અને પ્રાદેશિક સિનેમાને મુખ્ય પાત્ર તરીકે બહાર લાવવાના ઉદેશ્યથી IGFF નું આયોજન થઇ રહ્યું છે. IGFF એ અમેરિકામાં થનાર સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે. જયારે દર્શકો મોટાભાગે બૉલીવુડ અને મુખ્યપ્રવાહના સિનેમા સુધી મર્યાદિત રહ્યા છે ત્યારે IGFF એ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે તાજી હવાના એક શ્વાસ તરીકે આવે છે. જે IGFF નો ધ્યેય છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="51831,51830,51829"]

IGFF (International Gujarati Film Festival) એ 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન USAના ન્યુજર્સી ખાતે યોજાશે. IGFF નો મુખ્ય હેતુ ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાને વ્યાપક ધોરણે પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતી ફિલ્મ-જગત પ્રત્યે જેમનું પ્રસંશનીય યોગદાન છે. તેમને શ્રેણીબદ્ધ પુરસ્કારો દ્વારા પ્રોત્સાહિત કરવાનો છે. તદુપરાંત આ ફેસ્ટિવલ, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને આંતરરાષ્ટ્રીય સિનેમેટિક જ્ઞાન વધારવાની અને એક વિશાળ નેટવર્ક સાથે સાંકળવાની તક આપે છે. જેથી અન્ય ફિલ્મ ઉદ્યોગની સરખામણીમાં પોતાનું એક આગવું સ્થાન મેળવી શકે.

ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમેશ શુકલાએ ઘણા ગુજરાતી નાટકો અને બોલીવુડ ફિલ્મ્સ માટે પ્રશંસા પામેલા દિગ્દર્શક, લેખક અને અભિનેતા છે. તેમણે યુટીવી મોશન પિક્ચર્સ સાથે તેમની દિગ્દર્શકની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની પ્રથમ દિગ્દર્શક તરીકેની ફિલ્મ હતી ઓહ! માય ગોડ. આ ઉપરાંત ઓલ ઇઝ વેલ અને તેમની હાલમાં રિલીઝ થયેલી સુપર હિટ ફિલ્મ 102 નોટ આઉટ છે. જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર જેવા કલાકારોએ અભિનય કર્યો છે. તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ઓહ માય ગોડ તેમના પોતાના જ ગુજરાતી નાટક કાન્જી વિરુદ્ધ કાન્જી પરથી બનવવામાં આવી હતી જેની ત્યારપછી થી તેલુગુ અને કન્નડ ભાષામાં રિમેક પણ બની હતી.

સૌપ્રથમ યોજાનાર આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન ન્યૂજર્સી USA માં યોજાશે. પહેલીવાર આંતરરાષ્ટ્રીય ફલક પર યોજાવા જઈ રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં ફિચર ફિલ્મ, શોર્ટ ફિલ્મ એન્ડ ડોક્યુમેન્ટરી ફિલ્મના નિર્માતાઓને પ્રવેશ માટે આમંત્રણ આપે છે. ફેસ્ટિવલમાં ભાગ લેનારી તમામ ફિલ્મની ભાષા ગુજરાતી જ હોવી જોઈએ. જેમાં ૩૪ ગુજરાતી ફિલ્મોને પ્રવેશ મળ્યો છે. જે પૈકીની ૧૩ ફિલ્મોનું ૧. ભંવર, ૨. ચલ મન જીતવા, ૩. ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ, ૪. હેરાફેરી-ફેરાફેરી, ૫. કરસનદાસ પે & યુઝ, ૬. લવની ભવાઇ, ૭. ઓક્સિજન, ૮. પપ્પા તમને નહીં સમજાય, ૯. રતનપુર, ૧૦. રેવા, ૧૧. સુપરસ્ટાર, ૧૨. શરતો લાગુ અને ૧૩. ચીત્કાર તથા વિશેષ પસંદગી પામેલી ૧. ધાડ અને ૨. ઢ નો સમાવેસ થાય છે.

Next Story