Connect Gujarat
Featured

ઉત્તર પ્રદેશ : ગાઝિયાબાદની PPE કીટ બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 4 લોકોની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશ : ગાઝિયાબાદની PPE કીટ બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ,  4 લોકોની હાલત ગંભીર
X

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ફેક્ટ્રીમાં ભીષણ આગ ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ આ આગ થાના લિંક રોડના ઈન્ડસ્ટ્રિયલ એરિયા 12/71 ફેક્ટ્રીમાં લાગી છે. જે ફેક્ટ્રીમાં આગ લાગી છે ત્યાં માસ્ક અને પીપીઈ કિટ બનાવવામાં આવે છે. ફેક્ટ્રીમાં આગની સૂચના મળતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત જાણકારીના જણાવ્યાનુંસાર સાહિબાબાદ અને વૈશાલી ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. ઘણી મહેનત બાદ ફાયર બ્રિગેડ ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનામાં 14 લોકો આગની ઝપેટમાં આવ્યા હોવાની જાણકારી મળી છે.

મળતી માહિતી અનુશાર આગની ઝપેટમાં આવનારા 5 લોકોને મૈક્સ હોસ્પિટલમાં અને 8 લોકોને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યું છે કે સ્થળ પર આગ પર કાબુ મેળવવનું કામ ચાલી રહ્યું છે. જે ફેક્ટ્રીમાં આગ લાગી છે ત્યાં પીપીઈ કિટ અને માસ્ક બનતા હતા.
સ્થળ પર પહોંચેલા એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું કે સ્થાનીક પોલીસ તથા દમકલ વિભાગને માહિતી મળી હતી કે મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવનારી ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી છે. સૂચનાના આધાર પર પોલીસ અને ફાયર વિભાગની ટીમ અનેક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. તેમણે જણાવ્યું કે શરુઆતની તપાસમાં જોયું કે આ દરમિયાન ફેક્ટ્રીમાં કામ કરી રહેલી 2 મહિલાઓ અને સગીર બાળકો સહિત કુલ 14 લોકોને આગની ઝપેટમાં આવી ગયા છે. જેમાં 4 લોકોની હાલત ગંભીર ગણાવામાં આવી છે.

તમામ ઘાયલોને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કંપનીમાં કેમિકલ ડ્રમમાં વિસ્ફોટ થયા જેમાં કંપનીના કેટલાક ભાગ તુટીને પડી ગયા. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

Next Story