Connect Gujarat
દેશ

કોટામાં ફસાયેલા 8 હજાર વિદ્યાર્થીઓ માટે ઉત્તરપ્રદેશ સરકારે 250 બસ મોકલી

કોટામાં ફસાયેલા 8 હજાર વિદ્યાર્થીઓ માટે ઉત્તરપ્રદેશ સરકારે 250 બસ મોકલી
X

વિશ્વભરમાં કોરોના સંકટ વ્યાપેલું છે. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને પણ તકલીફ થઈ રહી છે. રાજસ્થાનના એજ્યુકેશન હબ કોટામાં યુપીના છાત્રો ફસાયેલા છે. યુપી સરકારે 8 હજાર છાત્રોને પાછા લાવવા 250 બસો મોકલી છે.

લૉકડાઉન બાદ કોટા પ્રશાસને લગભગ 30 હજાર વિદ્યાર્થીઓની પરમિટ પર રોક લગાવી છે. કોટામાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ ભણે છે.એવામાં યુપી સરકારે 8 હજાર છાત્રોને પાછા લાવવા 250 બસો મોકલી છે. આગ્રાથી 150 અને ઝાંસીથી 100 બસો કોટા જશે. બસમાં પોલીસકર્મી અને સુરક્ષા ગાર્ડ તૈનાત હશે. બધા વિદ્યાર્થીઓને ભોજન કરાવીને માસ્ક સેનિટાઈઝર અને નાસ્તાનું પેકેટ આપવામાં આવશે.

લૉકડાઉન બાદ કોટા પ્રશાસને વિદ્યાર્થીઓની પરમિટ પર રોક લગાવી હતી. તો વિદ્યાર્થીઓએ ટ્વિટર પર 'SEND US BACK HOME' નું અભિયાન ચલાવ્યું હતું. જેમાં 80 હજાર ટ્વિટ કરવામાં આવ્યા હતા.

Next Story