Connect Gujarat
Featured

ઉત્તરાખંડમાં નેતૃત્વમાં પરિવર્તનની અટકળો, સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત દિલ્હી જવા રવાના

ઉત્તરાખંડમાં નેતૃત્વમાં પરિવર્તનની અટકળો, સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત દિલ્હી જવા રવાના
X

ઉત્તરાખંડમાં નેતૃત્વમાં ફેરફારની વધતી અટકળો વચ્ચે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સોમવારે દિલ્હી જવા રવાના થયા છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ મુખ્ય પ્રધાનના દિલ્હી જવાના મામલે પુષ્ટિ કરી હતી પરંતુ કહ્યું હતું કે તેમના દિલ્હી જતા કોઈ અસામાન્ય વાત નહોતી. જોકે, સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી રાવતને દિલ્હી બોલાવ્યા છે અને શનિવારે અહીં કેન્દ્રિય પક્ષના બે નિરીક્ષકોની હાજરીમાં ઉત્તરાખંડ કોર જૂથની બેઠક બાદ હવે રાવતની ચર્ચા દિલ્હીમાં થશે.

સોમવારે રાવતે ગેરસૈન અને દહેરાદૂનમાં અનેક કાર્યક્રમો કર્યા હતા, પરંતુ દિલ્હીથી કોલ આવ્યા બાદ તેના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. કેબિનેટ વિસ્તરણ સહિતની કેટલીક બાબતોને લઈને ભાજપના ધારાસભ્યોમાં ભારે નારાજગી છે પરંતુ રાજ્યના નેતૃત્વમાં ફેરફારની અટકળોએ શનિવારે સાંજે ત્યારે જોર પકડ્યું જ્યારે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને પક્ષના કામકાજના ઉત્તરાખંડ પ્રભારી દુષ્યંતકુમાર ગૌતમ દહેરાદૂન પહોંચ્યા અને કોર ગ્રૂપની બેઠક મળી.

રાજ્ય પાર્ટી કોર ગ્રુપની આ બેઠક પહેલાથી જ પ્રસ્તાવિત નહોતી અને આ એવા સમયે બોલાવવામાં આવી જ્યારે પ્રદેશની નવી બનેલ ગ્રીષ્મકાલીન રાજધાની ગૈરસૈણ માં રાજ્યના વિધાનસભાનું મહત્વનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું. બેઠકની માહિતી મળતા જ મુખ્યમંત્રી રાવતને તરત જ ગૈરસૈણથી દહેરાદૂન પાછા આવવું પડ્યું. બજેટ પસાર થયા પછી તરત જ સત્ર પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાયું હતું અને ભાજપના ધારાસભ્યોને પણ તાત્કાલિક દહેરાદૂન બોલાવવામાં આવ્યા હતા.

બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી કોર ગ્રુપ મીટીંગમાં રાજ્યસભાના સાંસદ નરેશ બંસલ, ટિહરીના લોકસભા સાંસદ માલા રાજ્યલક્ષ્મી શાહ, પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા, નૈનિતાલના લોકસભા સાંસદ અજય ભટ્ટ, પ્રદેશ પાર્ટી પ્રમુખ બંસીધર ભગત, કેબીનેટ પ્રધાન મદન કૌશિક સહિત રાજ્યના સંગઠનના ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે રમણસિંહે કોર ગ્રુપ મીટિંગમાં હાજર દરેક સભ્ય સાથે અલગથી વાતચીત કરી બાદમાં સિંહ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસે પણ ગયા હતા જ્યાં પક્ષના લગભગ 40 ધારાસભ્યો હાજર હતા. મુખ્ય જૂથની બેઠક બાદ સિંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસમાં પણ ગયા હતા.

જો કે, આ અંગે જ્યારે રાજ્ય ભાજપ અધ્યક્ષ બંશીધર ભગતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 18 મી માર્ચે રાજ્ય સરકારના ચાર વર્ષ પૂરા થવા નિમિત્તે 70 વિધાનસભા મત વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોની ચર્ચા કરવા આ બેઠક બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં નેતૃત્વમાં પરિવર્તનની કોઈ સંભાવના નથી અને પાર્ટીના ધારાસભ્યોમાં કોઈ મતભેદ નથી.

Next Story