Connect Gujarat
ગુજરાત

ઉત્તરાયણ દુર્ઘટના: ‘પતંગની મજા’ બની ‘મોતની સજા’, રાજયમાં દોરી દુર્ઘટનામાં એકનું મોત અનેક ઘાયલ

ઉત્તરાયણ દુર્ઘટના: ‘પતંગની મજા’ બની ‘મોતની સજા’, રાજયમાં દોરી દુર્ઘટનામાં એકનું મોત અનેક ઘાયલ
X

એક તરફ રાજ્યભરમાં પતંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ દુર્ઘટનાઓએ દિલ પણ તોડ્યા હતા. સરકારની અપીલ અને પ્રતિબંધ છતાં રાજ્યમાં ચાઇનીઝ દોરીઓનુ વેચાણ બેરોકટોક થયું છે. ઉપરાંત કાચ વાળા કાતિલ માંઝાના કારણે ઘાતક બનેલી દોરીઓનો પણ તરખાટ જોવા મળ્યો હતો. વડોદરામાં 16 વર્ષના કિશોરનું ધાબા પરથી પટકાતાં કરૂણ મોત થયું હતું. જ્યારે ભરૂચમાં પણ અનેક દુર્ઘટનાઓમાં ચાર જેટલા લોકો ઘાયલ થયાના બનાવો બન્યા હતા.

રાજયમાં મકરસંક્રાંતિનો તહેવાર કેટલાક પરિવાર માટે ગમગીની લઈને આવ્યો હતો. રાજયમાં અનેક જગ્યાએ પતંગની દોરી થી અથવા તો પતંગ ચગાવતી વેળા દુર્ઘટનાનો શિકાર પતંગરસિયાઓ અને રાહદારીઓ બન્યા હતા. પતંગ ઉડાડતી વખતે ટેરેસ પરથી પડતાં વડોદરામાં 16 વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું. આ બનાવ ખોડીયાર નગરમાં સયાજીપુરા પાણીની ટાંકી નજીક બંસીધર હાઇટ્સ પાસે બન્યો હતો. જ્યાં સાત માળની ઇમારતના ધાબા પરથી યુવક નીચે પટકાયો હતો. કિશોરનું નામ કિશોર રાઠોડ હતું.

Next Story