Connect Gujarat
Featured

ઉત્તરાયણની ભવ્ય ઉજવણીનો પેચ કાપતી રાજય સરકાર, વાંચો ધાબા પર કેટલા લોકો ભેગા થઇ શકશે

ઉત્તરાયણની ભવ્ય ઉજવણીનો પેચ કાપતી રાજય સરકાર, વાંચો ધાબા પર કેટલા લોકો ભેગા થઇ શકશે
X

આકાશી યુધ્ધના પર્વમાં ધાબાઓ, અગાસીઓ કે છાપરાઓ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય છે. પણ આ વર્ષે કોરાનાના કારણે સરકારે ધાબા કે અગાસી પર માત્ર પાંચ થી સાત લોકોને હાજર રહેવાની મંજુરી આપી છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉત્તરાયણની ઉજવણી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, નાગરિકો ઉત્તરાયણ ઉજવી શકે તે માટે જરુરી છૂટછાટ અંગે કોર ગ્રુપની બેઠક કરવામાં આવશે અને ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે. પતંગ ચગાવવાને લઈને પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. લોકો પોતાના ઘર કે ધાબા પરથી કેવી રીતે પતંગ ઉડાવી શકે અને કેટલા લોકો ભેગા થઈ શકે તેની પણ જાહેરાત કરશે. ધાબાઓ પર કે પોળોમાં 50 લોકો ભેગા થઈ પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરિવારના 5-7 લોકો જ પોતાના મકાનની અગાસીએ પતંગ ચગાવીને ઉજવણી કરી શકશે.

Next Story